બોટાદથી સાળંગપુર મંદિરના સંકુલ સુધી સાયકલ પર સવાર થઈને પહોંચ્યા બોટાદ જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓ: ‘ફિટ ઈન્ડિયા’નો આપ્યો પ્રેરક સંદેશ - At This Time

બોટાદથી સાળંગપુર મંદિરના સંકુલ સુધી સાયકલ પર સવાર થઈને પહોંચ્યા બોટાદ જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓ: ‘ફિટ ઈન્ડિયા’નો આપ્યો પ્રેરક સંદેશ


બોટાદથી સાળંગપુર મંદિરના સંકુલ સુધી સાયકલ પર સવાર થઈને પહોંચ્યા બોટાદ જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓ: ‘ફિટ ઈન્ડિયા’નો આપ્યો પ્રેરક સંદેશ

સાયકલનું મહત્વ ફરી દિવસેને દિવસે વધવા લાગ્યું છે. સાયકલિંગ કરવાથી શરીર તો સ્વસ્થ થાય જ છે, સાથોસાથ સાયકલ પર્યાવરણના રક્ષણ માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ છે. આજના સમયમાં લાઈફ સ્ટાઈલને કારણે થતી આરોગ્યલક્ષી તકલીફોથી બચવા માટે અને શરીરને સ્વસ્થ રાખવા માટે એક્ટિવિટી કરવી ખાસ જરૂરી છે. જેમાં સાઈકલિંગને બેસ્ટ એક્ટિવિટી માનવામાં આવે છે, ત્યારે બોટાદ જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામકશ્રી રાધિકાબેન વ્યાસના નેતૃત્વ હેઠળ જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ બોટાદથી સાળંગપુર સુધી સાયકલ યાત્રાનું આયોજન કરીને ‘ફિટ ઈન્ડિયા’નો પ્રેરક સંદેશો આપ્યો હતો આ અવસરે જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શીશ નમાવી સૌના શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. આ તકે સહાયક માહિતી નિયામકશ્રી રાધિકાબેન વ્યાસે કહ્યું કે, “શારીરિક તંદુરસ્તી જાળવવા સાયકલિંગ બેસ્ટ કસરત છે. સાયકલના ઉપયોગથી આપણને અઢળક ફાયદા થવાની સાથે અનેક રોગો પણ મટી જતાં હોય છે સાથે જ પર્યાવરણની જાળવણી દ્રષ્ટિએ પણ સાઇકલિંગ ઉત્તમ છે આ સાયકલ યાત્રામાં જિલ્લા માહિતી કચેરીના સંકુલથી લઇને ખસ રોડ, સેંથળી, સાળંગપુર મંદિરના સંકુલથી પરત મિલેટ્રી રોડ, મોડલ સ્કૂલ, જિલ્લા ન્યાયાલય સહિતના વિવિધ વિસ્તારોને આવરી લઇને જિલ્લા સેવા સદનના સંકુલે પરત ફરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.