મોટા રામપરમાં નદી કાંઠેથી પુરુષની કોહવાઈ ગયેલી લાશ મળી, મૃતકની ઓળખ મેળવવા પોલીસની તજવીજ - At This Time

મોટા રામપરમાં નદી કાંઠેથી પુરુષની કોહવાઈ ગયેલી લાશ મળી, મૃતકની ઓળખ મેળવવા પોલીસની તજવીજ


જ્યારે અન્ય બનાવમાં પ્રાપ્ત વિગત મુજબ, પડધરીના મોટા રામપર નજીક નદી કાંઠેથી એક અજાણ્યા પુરુષ ( ઉવ. આશરે ૪૦) નો કોહવાઈ ગયેલ સ્થિતિમાં મૃતદેહ મળી આવતા પડઘરી પોલીસને જાણ કરવામાં આવી હતી.બનાવ અંગે જાણ થતાં પડધરી પોલીસના રણજીત ડેરૈયા સહિતનો સ્ટાફ ઘટનસ્થળે દોડી જઈ જરૂરી કાગળો કરી, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. મૃતકની ઓળખ કરવા પોલીસે તપાસ હાથ ઘરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતદેહની સ્થિતિ જોઈ ડૂબી જવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે વધુ તપાસ હાથધરી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.