વિધાનસભા સામાન્ય ચુંટણી - ૨૦૨૨ સાબરકાંઠા જિલ્લામાં શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે - At This Time

વિધાનસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૨ સાબરકાંઠા જિલ્લામાં શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે


વિધાનસભા સામાન્ય ચુંટણી - ૨૦૨૨
સાબરકાંઠા જિલ્લામાં શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે
**********
ગુજરાત વિધાનસભા સામન્ય ચૂંટણી ૨૦૨૨માં દરેક મતદાર પોતાના મતાધીકારનો ઉપયોગ કરી શકે તે માટે વહિવટી તંત્ર દ્રારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે જે અંતર્ગત તા. ૦૧/૧૨/૨૦૨૨નાં ગુરૂવાર અને તા. ૫/૧૨/૨૦૨૨ના સોમવારના રોજ બે તબક્કામાં ગુજરાતમાં ચૂંટણી યોજાશે. જેથી ગુજરાત દુકાન અને સંસ્થા ( રોજગારીનુ નિયમન અને સેવાની શરતો) અધિનિયમ -૨૦૧૯, કારખાના અધિનિયમ- ૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-૧૯૯૬, હેઠળ નોંધણી થયેલ સંસ્થા/સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ- ૧૩(બી) મુજબ સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઈ અનુસાર સવેતન રજા જાહેર કરવાને કારણે સંબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. આ જોગવાઇ અનુસાર રોજમદાર/કેજ્યુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હકદાર રહેશે.
જે શ્રમયોગીઓની ગેરહાજરીથી વ્યાપક પ્રમાણમાં જોખમ ઊભું થવાના સંજોગો શક્યતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાકની વારા-ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.
જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા પ્રત્યે ઉપરોક્ત જોગવાઈથી વિરુદ્ધનું વર્તન કરશે તો ઉપરોક્ત કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે સંબંધિત કોઈ ફરિયાદ હોય તો જિલ્લા નોડલ અધિકારીશ્રી એ.વી. પટેલ, મદદનીશ શ્રમ આયુક્તશ્રી, હિંમતનગર ફોન નં. ૦૨૭૭૨ – ૨૪૦૬૨૭, મદદનીશ શ્રમ આયુક્તની કચેરી,બ્લોક નં. ૦૦૪ બહુમાળી ભવન હાજીપુર, હિંમતનગરનો સંપર્ક કરવા નોડલ ઓફિસરશ્રી માઇગ્રેટરી ઈલેક્ટર્સ અને મદદનીશ શ્રમ આયુક્તની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર. અલ્પેશ પટેલ.... વડાલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.