સાબરકાંઠા... હિમતનગર ખાતે મુક - બંધિર દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો .... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/l1tje7uhkp6rfrst/" left="-10"]

સાબરકાંઠા… હિમતનગર ખાતે મુક – બંધિર દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો ….


*હિંમતનગર ખાતે મુક-બધિર દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો*
**********************
જિલ્લા ચુંટણી અધિકારીશ્રી હિતેષ કોયા અને ક્લેક્ટરશ્રી સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ પી.ડબલ્યુ.ડી નોડલ ઓફિસર અને નાયબ નિયામક (વિ.જા) સાબરકાંઠા તેમજ સ્વીપ નોડલ ઓફિસર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, સાબરકાંઠાના સયુંક્ત ઉપક્રમે શિશુ સેવા કલ્યાણ મંડળ સંચાલિત બહેરા-મુંગા બાળકોની શાળા, મોતીપુરા, હિંમતનગર ખાતે મુક-બધિર દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ અંતર્ગત મુક-બધિર દિવ્યાંગજનોની ચુંટણીમાં સહભાગીતા વધે તથા મતદાન પ્રક્રિયાથી માહિતગાર કરવાના ઉદ્દેશ્યથી “મુક-બધિર દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં આસી.નોડલ પી.ડબ્લ્યુ.ડી. અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સાબરકાંઠા દ્વારા જિલ્લાના તમામ મુક-બધિર દિવ્યાંગજનો મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને તેમની સહભાગીતા વધે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.મતદાનના દિવસે અકશ્ય મતદાન કરે તે માટે અનુરોધ કરી મતદાન શપથ લેવડાવવામાં આવ્યા હતા.

પી.ડબલ્યુ.ડી નોડલ ઓફિસર અને નાયબ નિયામક (વિ.જા) સાબરકાંઠા દ્વારા મુક-બધિર દિવ્યાંગજનોને મતદાનના દિવસે ઉપલબ્ધ થનાર સાઇન લેગ્વેજના નિષ્ણાતોની સુવિધાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ હાજર મુક-બધિર દિવ્યાંગજનોને મતદાનના દિવસે સાંકેતીક ભાષાનો ઉપયોગ કરી મતદાન કરી શકશે તે માટે સાંકેતીક ભાષાના વીડીયો માધ્યમથી સમજ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં શાળાના ઇ.આચાર્યશ્રી રાજેશભાઇ ડી રાઠોડ અને સ્ટાફ ઉપસ્થિત રહી લોકશાહીના આ અવસરને સફળ બનાવવા અપીલ કરી હતી.

રિપોર્ટર. અલ્પેશ પટેલ. વડાલી ( સાબરકાંઠા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]