જસદણ પી.આઇ તપન જાનીના માર્ગદર્શન હેઠળ કોઠી ગામે કન્યા અને કુમાર પ્રાથમિક શાળામાં વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો - At This Time

જસદણ પી.આઇ તપન જાનીના માર્ગદર્શન હેઠળ કોઠી ગામે કન્યા અને કુમાર પ્રાથમિક શાળામાં વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો


કોઠી કન્યા અને કુમાર પ્રાથમિક શાળામાં બાળકો અને તેમના વાલીઓ વ્યસનમાંથી મુક્ત થાય તે માટે માર્ગદર્શન હેતુ જસદણ પી.આઇ. તપન જાનીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં તેમના દ્વારા બાળકોને રૂબરૂ સીધું માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમ માટે કુમાર શાળાના HTAT આચાર્યા પ્રતિભાબેન વાડોલિયા અને કન્યા શાળાના HTAT આચાર્યા સુનિતાબેન લીંબાણીએ અગાઉથી જસદણ પોલીસ સ્ટેશનમાં આમંત્રણ આપેલ. એકંદરે તમામ બાળકો અને શિક્ષકોએ કાર્યક્રમને અસરકારક બનાવ્યો. કાર્યક્રમનું સુચારુ આયોજન જયપ્રકાશ નિર્મલ દ્વારા થયું. લોકોમાં ઘણા પ્રકારના વ્યસનો જોવા મળે છે, વ્યસનોથી માણસની પ્રગતિ રૂંધાઇ જાય છે જે લાંબા ગાળે સમજાય છે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. આવું ભવિષ્યમાં બાળકોમાં ના થાય તે માટે આવા જાગૃતિના કાર્યક્રમો જરૂરી છે. જાગૃતિ બાબતે આ બીજો કાર્યક્રમ યોજાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.