“મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટી” નું રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ્ હસ્તે લોકાર્પણ કરાયું
આજે સાક્ષર નગરી નડિયાદની આભામાં એક ઔર મોરપીંછ ઉમેરાયું છે...
મહાગુજરાત મેડિકલ સોસાયટી દ્વારા સંચાલિત "મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટી" નું રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ્ હસ્તે લોકાર્પણ કરાયું હતું...
આ પ્રસંગે નડિયાદના રત્ન પદ્મશ્રી પુરસ્કૃત ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ડો. એચ. એમ. દેસાઈનું મુખ્યમંત્રીશ્રી દ્વારા સન્માન કરાયું હતું...
અને નડિયાદ વિધાનસભાના પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાના ૫૦૦૦ જેટલા લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું...
આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહજી ચૌહાણ, રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજી, કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહજી ચૌહાણ, ખેડા જિલ્લા પ્રભારી અને મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલજી, ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, પદ્મશ્રી ડો. એચ.એમ.દેસાઈ વાઈસ ચાન્સેલર DDU , ચારૂસેટ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી સુરેન્દ્રકાકા, CVM યુનિવર્સિટી ના પ્રમુખ શ્રી ભિખુકાકા, મહાગુજરાત મેડિકલ સોસાયટીના ચેરમેન શ્રી ભાસ્કરભાઈ, સંસ્થાના ઉપપ્રમુખ શ્રી નટુભાઈ એડનવાલા, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી વિપુલભાઈ, ડો.એસ.એન. ગુપ્તાજી - પ્રોવોસ્ટ વાઈસ ચાન્સેલર મગનભાઈ એડનવાલા યુનિવર્સિટી, નડિયાદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રંજનબેન વાઘેલા, સંસ્થાના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા...
રિપોર્ટર
અમીત પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.