દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે આજે વિદ્યાર્થી- શિક્ષક-વાલી પરીસંવાદ કાર્યક્રમ યોજાયો
શૈક્ષણિક વર્ષ 2023 24 માં અભ્યાસ કરતા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટેની એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાઓ ટૂંક સમયમાં આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઉજવળ બનાવવા માટે સતત પ્રયત્નશીલ હોય જ પરંતુ તેમાં વાલીઓના સાથ સહકારની જરૂર પડે છે. તો વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે પ્રેરણા રૂપ સાંકળ બની સર ભવાનીસિંહ વિદ્યાલયના સ્ટાફ પરિવારે આજે સુંદર મજાની એક વાલીમીટીંગનું આયોજન કર્યું હતું જેમાં ધોરણ 10 અને ધોરણ 12 ના અંદાજિત 200 જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરેક વાલીને વિદ્યાર્થી દ્વારા ગુલાબનું પુષ્પ આપી સરસ્વતી માના દર્શન કરાવી શાળાના પટાંગણમાં પ્રવેશ કરાવ્યો હતો. ધોરણ 12ની વિદ્યાર્થીનીઓ દ્વારા શાળામાં વર્ષ દરમિયાન કઈ કઈ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ થાય છે તેની તમામ ફાઈલો અને તેના તમામ પ્રકારના ફોટોગ્રાફ્સ વાલીઓ સામે નીદર્શિત કર્યા હતા. શાળાના આચાર્યશ્રી વી કે પરમાર સાહેબે તમામ વાલીઓને આવકાર્યા હતા અને તેમનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. શાળાના શિક્ષક વિક્રમભાઈ પ્રજાપતિ અને નિર્મલસિંહ રાયજાદાએ વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રેરણા પૂરું પાડતું ઉત્સાહ વધારતું સુંદર પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ ધોરણ 12 ની વિદ્યાર્થીની ઓડ કાજલબેને અંગ્રેજી અને ગુજરાતી બને ભાષામાં પોતાના મૌલિક વિચારો સુંદર રીતે રજૂ કર્યા હતા. શાળાના શિક્ષક સંજયસિંહ રાઓલે પોતાની આગવી શૈલીમાં આભારવિધિ કરી હતી. કાર્યક્રમના અંતે તમામ વાલીઓ માટે શ્રી દાંતા કેળવણી મંડળ, દાંતા દ્વારા ચા પાણી અને નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સર ભવાનીસિંહ વિદ્યાલયના ઇન્ચાર્જ આચાર્ય વી કે પરમારે આ કાર્યક્રમની સફળતા બદલ સમગ્ર સ્ટાફ પરિવારને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા
9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.