અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી દ્વારા માલપુર તાલુકામાં નાનાવાડા ખાતે આવેલ સામાજીક વનીકરણ વિભાગ હસ્તક આવેલ નર્સરીની મુલાકાત કરવામાં આવી.
માલપુર તાલુકામાં સામાજીક વનીકરણ વિભાગ વિસ્તરણ રેન્જ માલપુર હસ્તક આવેલ નર્સરીઓમાં કુલ ૩૫૨૭૪૬ રોપા ઉછેરવામાં આવેલ છે જેમાથી ખાતાકીય યોજના હેઠળ કુલ ૨૧-૦૦ હેક્ટર જમીનમાં ૨૬૫૪૬ રોપા વાવેતર કરવામાં આવેલ છે તથા ૧૮૧ લાભાથી ખેડૂતોને તેમની માલિકીની જમીનમાં ૧૦૪૨૦૦રોપા ઉછેરવામાં આવશે જેનો આર્થિક ફાયદો તેઓ મેળવી શકશે સાથે-સાથે વનમહોત્સવ યોજનામાં ગ્રામપંચાયતો શાળાઓ, હાઈસ્કૂલો, કોલેજો, આંગણવાડીઓ, અન્ય તમામ સરકારી કચેરીઓ સહકારી મંડળીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિગત પર્યાવરણ પ્રેમીઓ ને "એક પેડ માં કે નામ” કાર્યક્રમ તથા અન્ય કાર્યક્રમોમાં ૧૭૨૦૪૦ રોપાઓનું લાભાર્થીઓને વિતરણ કરી લાભ મેળવેલ છે. આવો આપણે સૌ સાથે મળી માલપુર તાલુકાને હરિયાળી બનાવીએ અને ગ્લોબલ વોર્મીંગ જેવી વૈશ્વિક સમસ્યાનો વધુમાં વધુ વૃક્ષો વાવેતર કરી સામનો કરીએ.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.