રાજ્યમાં ખોરાકનાં ઉત્પાદન સાથે સંકળાયેલ ફૂડ બિઝનેસ ઓપરેટરોને વાર્ષિક રિટર્ન ભરવા માટેની મુદત લંબાવાઈ”
રાજ્યમાં ખોરાકનાં ઉત્પાદન સાથે સંકળાયેલ ફૂડ બિઝનેસ ઓપરેટરોને વાર્ષિક રિટર્ન ભરવા માટેની મુદત લંબાવાઈ”
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના કમિશનર ડૉ. એચ. જી કોશિયા એ જણાવ્યું છે કે, રાજ્યના ખોરાકનાં ઉત્પાદન સાથે સંકળાયેલ ઉત્પાદક, રિપેકર્સ, રિલેબલર્સએ ફોર્મ- ડી-૧માં વાર્ષિક રિટર્ન તા.૩૧ મે સુધીમાં ભરવું ફરજિયાત છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરીટી ઑફ ઈન્ડિયા, ન્યુ દિલ્હી દ્વારા વાર્ષિક રિટર્ન ભરવા માટેની મુદત તા.૩૦ જૂન સુધી લંબાવવામાં આવી છે. ૩૦ જૂન બાદ પણ રિટર્ન ભરવામાં વિલંબ થશે તો તમામ ખાધ પદાર્થ ઉત્પાદન કર્તાઓએ પ્રતિદિન રૂ. ૧૦૦/- પેનલ્ટી ભરી વાર્ષિક રીટર્ન ભરી શકાશે. આથી, તમામ વેચાણકર્તાઓને પેનલ્ટી ન ભરવી પડે તે હેતુથી સમયસર વાર્ષિક રિટર્ન ભરી શકાય તે માટે તંત્ર દ્વારા ૩૦ જૂન સુધીમાં રિટર્ન ભરવા તાકિદ કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે, ખાધ પદાર્થ ઉત્પાદનકર્તાઓ https://foscos.fssai.gov.in/ વેબસાઈટ પર પોતના લાયસન્સ નંબર દ્વારા લોગ-ઈન કરી વાર્ષિક રિટર્ન ભરી શકશે.ખાધપદાર્થનાં વેચાણ માટેનાં ડિસ્ટ્રીબ્યુટર, સપ્લાયર, રિટેઈલર, હોલસેલર, સંગ્રહકર્તા, ટ્રાન્સપોર્ટરને વાર્ષિક રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરીટી ઑફ ઈન્ડિયા, ન્યુ દિલ્હી દ્વારા રાષ્ટ્રીય કક્ષાની એડવાઈઝરી કમિટીની મિટીગમાં તાકિદ કરવામાં આવેલ કે ખોરાકનાં વેપાર સાથે સંકળાયેલ ઉત્પાદકોએ મેળવેલ લાયસન્સ અંતર્ગત પેઢીનાં ઉત્પાદન અંગેનું ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ- ૨૦૦૬ અને (લાયસન્સીંગ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ ફૂડ બિઝનેસ) રેગ્યુલેશન- ૨૦૧૧ હેઠળ ઓનલાઈન વાર્ષિક રિટર્ન ભરવું ફરજિયાત છે.
***********
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.