રાજકોટ શહેરના પોપટપરા વિસ્તારમાં આવાસ ના ક્વાર્ટર બન્યા અસામાજીક તત્વો ના અડ્ડા
રાજકોટ : પોપટપરા ખાતે આવેલી ભગીની નિવેદિતા ટાઉનશીપ સામેની આવાસ યોજના 5 વર્ષ કરતા વધુ સમયથી ખાલી છે. વર્ષોથી ખાલી હોવાને કારણે ખંઢેર બનેલા 600 કરતા વધારે આવાસો હાલ ગુનાખોરીનો અડ્ડો બન્યા છે. જેને લઈને આવાસોની આસપાસ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સહિત રાજકોટ શહેરમાં 3300 કરતા વધુ આવાસની ફાળવણી નહીં થતા ખાલી હોવાનું સામે આવ્યું છે. સાથે મનપાની સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનને પણ આ બાબતની ગંભીરતા સમજાઈ છે અને આજે બપોરથી જ સમગ્ર મામલે સફાઈ અને રીનોવેશન સહિતના પગલાં લેવાની ખાતરી આપી છે.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.