ભાવનગર જિલ્લા આહીર સમાજમાં અનેરો થનગનાટ સંસ્કૃતિ ઉજાગર કરતા દ્વારકાના આહિરાણી મહારાસ માટે ધાર્મિક સ્થળો ખાતે આમંત્રણ
ભાવનગર જિલ્લા આહીર સમાજની બહેનોએ પરંપરાગત વસ્ત્રોમાં સજજ બની જિલ્લાનાં ધાર્મિક સ્થળોએ નિમંત્રણ પાઠવ્યા હતા ખાસ કરી ખોડિયાર મંદિર ખાતે રાસને લઈ નિમંત્રણ પાઠવાયું હતુ ભારત દેશની ધાર્મિક અને સામાજિક સંસ્કૃતિ પરંપરાને ઉજાગર કરતા ગરબાની વિશ્વભરમાં સ્વીકૃતિ સાથે ગૌરવવંતુ સ્થાન મળ્યું છે આપણી રાસ ગરબાની પરંપરાને વિશાળ પ્લેટફોર્મ ઉપરથી રજૂ કરવા માટે આગામી 23-24 ડિસેમ્બરે દ્વારકા ખાતે એકિસાથે 37 હજાર આહિરાણી બહેનોનો મહારાસ યોજાવાનો છે જે મહારાસ મહોત્સવને ચાર ચાંદ લાગે તે માટે જિલ્લાના આહિરાણી બહેનો પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને રાજપરા ખોડિયાર મંદિરે રાસ ગરબા લઈને આમંત્રણ પાઠવવામાં આવ્યુ હતુ દ્વારકામાં આગામી 23,24 ડિસેમ્બરે આહિરાણી બહેનો દ્વારા મહારાસ યોજાવાનો છે જેમા 37 હજાર આહિરાણી બહેનો એકજ સ્થળે મહારાસ યોજી રેકોર્ડ સ્થાપવા જઈ રહ્યા છે ત્યારે વિશાળ પ્લેટફોર્મ ઉપરથી રજૂ થનારા મહા રાસ માટે બોટાદ જિલ્લામાં પણ ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે દ્વારકા ખાતે યોજાનાર આહિરાણી મહારાસ કાર્યક્રમની પૂર્વ તૈયારી સ્વરૂપે જિલ્લામાંથી આહીર સમાજની બહેનો દ્વારા પોતાના પરંપરાગત પોષાક સાથે મહત્વપૂર્ણ ધાર્મિક સ્થાનો ઉપર પહોચી પરંપરાગત રાસ ગરબા યોજી દ્વારકામાં યોજાનાર આહિરાણી મહારાસ કાર્યક્રમ માટે નિમંત્રણ પાઠવવામાં આવેલ તેમ આહિર સમાજના જશુબેન આહિરે મીડીયાને માહિતી આપી હતી અહીં કમિટીના ક્રિષ્નાબેન ખમળ,દર્શનાબેન કોતર,(નિષ્ઠા પરેશભાઈ કોતર સૌની પ્રિય અને લાડકી એવી નાની આહિરાણી)હિરલબેન ડાંગર તથા ભૂમીબેન કુવાડીયા તથા રિદ્ધીબેન ડાંગર ઉપસ્થિત રહ્યા હતા સાથે કિશોરભાઈ આહીર,મિલન કુવાડિયા,માસાભાઈ ડાંગર, દિનેશભાઈ ડાંગર પણ સાથે હાજર રહ્યા હતા
રીપોર્ટ નિલેષ ઢીલા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.