સરકારી વિનયન કૉલેજ. જિ. પંચમહાલ ‘નાટ્યધારા’ અંતર્ગત ‘નાટ્ય તાલીમ શિબિર’
સરકારી વિનયન કૉલેજ, શહેરામાં “સપ્તધારા” અંતર્ગત નાટ્યધારામાં એક દિવસીય “નાટય તાલીમ શિબિર” નું આયોજન તા. ૩૧.૦૧.૨૦૨૩ મંગળવારના રોજ કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ગુજરાતી નાટકના અને ચલચિત્રના પ્રસિદ્ધ અભિનેતા, દિગ્દર્શક અને પી.એન.પંડ્યા આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કૉલેજ, લુણાવાડાના અંગેજી વિભાગમાં કાર્યરત ડૉ. કમલ જોશીને નિષ્ણાત તરીકે આમંત્રિત કર્યા હતાં. આ નાટ્ય તાલીમ શિબિરનો સમય સવારે ૦૯:૦૦ થી ૦૧:૦૦ નો રહ્યો હતો. કૉલેજના આચાર્યશ્રી ડૉ. વિપુલભાઈ ભાવસારે શિબિરમાં જોડાયેલા વિદ્યાર્થીઓની સુષુપ્ત શકિતને જગાડતો મજબૂત સંદેશ આપ્યો હતો. આ શિબિરનું સમગ્ર સંચાલન નાટ્યધારાના સંવાહક ડૉ. ઉર્વશીકુમારી ઉમરેઠીયાએ કર્યું હતું. આ શિબિરમાં ૫૦ ની સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતાં. આ શિબિરમાં નાટકના પાયાના સિદ્ધાંતોનું જ્ઞાન થિઓરિકલ અને પ્રેકટિકલના સ્વરૂપમાં આપવામાં આવ્યું હતું. જેમકે લોક નિરીક્ષણ, દ્રશ્ય-શ્રાવ્યનું મહત્વ, એકાગ્રતા, સંવાદને બોલવાની ઢબ, પાત્રમાં પ્રવેશ, સ્વીકારનું મહત્વ, ઓમકારનું મહત્વ, આવજના આરોહ- અવરોહનું ધ્યાન રાખવું, નાટકના દ્રશ્ય કેવી રીતે ભજવી શકાય, મંચ પર રજૂ થવાની શૈલી, સમૂહ નાટકમાં રાખવામાં આવતી સાવચેતી વગેરે., આ બધા વિષયોની ઊંડાણપૂર્વકની ચર્ચા અને પ્રેકિટસ બાદ ગુજરાતી ભાષાનું લોકનાટય સ્વરૂપ ‘ભવાઇ’ને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીઓને આ સ્વરૂપમાં જોડી ‘ભવાઈ’ સ્વરૂપની અસરકારક રજૂઆત વિદ્યાર્થીએ કરી હતી. ડૉ. કમલ જોશી સરે ‘નાટ્ય વાચિકમ્’ની પણ ટેકનિક વિદ્યાર્થીને આપી હતી. આમ ડૉ. કમલ જોશી સર અને વિદ્યાર્થી થકી આ ‘નાટ્ય તાલીમ શિબિર’ સફળ રહી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.