કેશોદ જલારામ મંદિરે મેગા કેમ્પ યોજાયો 190 દર્દીઓએ લાભ લીધો - At This Time

કેશોદ જલારામ મંદિરે મેગા કેમ્પ યોજાયો 190 દર્દીઓએ લાભ લીધો


જલારામ મંદિરનાં ટ્રસ્ટી દીનેશભાઈ કાનાબારનાં જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે યોજાતા  નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં  અત્યાર સુધીમાં 290 જેટલાં કેમ્પ યોજવામાં આવ્યાછે જેમાં લગભગ 20 હજાર જેટલાં મોતિયાના દર્દીના ઓપરેશનમાં લોકોને લાખો રૂપિયાની રાહત થયેલછે 

 જલારામ મંદિર  પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવેછે 

    આજરોજ યોજાયેલા મેગા કેમ્પની  શરૂઆત કેમ્પનાં ભોજન દાતા દક્ષાબેન પ્રબોધભાઈ મહેતા દીનેશભાઈ કાનાબાર  રમેશભાઈ  ડો સ્નેહલ તન્ના

મામલતદાર ત્રિવેદી સાહેબ ડો પરિતોષ પટેલ  હેમંત ઘેરવરા  જગમાલ ભાઈ નંદાણીયા હરીશ રામ  ભીમભાઇ કરંગિયા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં  આવેલ 

    આ નેત્ર નિદાન કેમ્પમાં  190 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોશ પટેલ દ્વારા આંખોની તપાસ કરી જેમાના જરૂરીયાતમંદ 44 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા હતા તેમજ કેવદ્વા પીએચસીનાં સરકારી ડો નિકિતા પટેલ દ્વારા હોમિયોપેથી 38 દર્દીઓ ચેક કરી ફ્રી દવાઓ આપી હતી

ચામડીના રોગોનાં ડૉક્ટર શ્યામ પાનસેરીયા દ્વારા 14 જેટલા દર્દીને તપાસી દવા આપી હતી  કેશોદ જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે તેમજ દરરોજ સાંજનું અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવેછે

રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ


9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.