માર્કેટિંગ યાર્ડમાં શનિવારથી 10 દિવસનું વેકેશન, કાલથી જ આવક બંધ રાખવા આદેશ - At This Time

માર્કેટિંગ યાર્ડમાં શનિવારથી 10 દિવસનું વેકેશન, કાલથી જ આવક બંધ રાખવા આદેશ


રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં અને ચણા સહિતની કૃષિ પેદાશોની જામતી સીઝન વચ્ચે 10 દિવસનું માર્ચ એન્ડિંગનું મીની વેકેશન જાહેર કરાયું છે. શનિવારથી હરાજી બંધ થશે અને આવતીકાલથી જ નવી આવક બંધ કરી દેવાશે. બે દિવસ માત્ર પડતર માલની હરાજી વેપાર થશે. નાણાંકીય વર્ષ પૂર્ણ થવાનું હોવાથી કમિશન એજન્ટો અને વેપારીઓએ દર વર્ષની જેમ આ વર્ષે માર્ચ એન્ડિંગની રજા રાખવાનો નિર્ણય લીધો છે. જેને ધ્યાને રાખીને 23 માર્ચથી 1 એપ્રિલ સુધી હરાજીથી માંડીને યાર્ડનાં કામકાજ બંધ રહેશે. ખેડૂતોનો માલ પડતર રહી ન જાય તે હેતુસર આવતીકાલથી જ નવી આવકો બંધ કરી દેવામાં આવશે. કાલે સવારથી કોઇપણ જણસીની આવક માલ ભરેલા વાહનોને યાર્ડમાં દાખલ થવા દેવામાં નહીં આવે. બીજી એપ્રિલથી યાર્ડમાં આવક-હરાજીનું કામ નોર્મલ થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.