જંબુસર, આર.ટી.પી.સી.આર લેબોરેટરીમાં થયેલ ચોરીનો ગણતરીના કલાકમાં ભેદ ઉકેલી આરોપીઓ તથા મુદ્દામાલ શોધી કાઢતી જંબુસર પોલીસ
જંબુસર પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદીપ સિંહ વડોદરા વિભાગ નાઓ તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા નાઓ તરફથી જીલ્લામાં મિલ્કત સબંધીત ગુનાઓ શોધી કાઢવા સારૂ અને નિયંત્રણ લાવવાના ઉદ્દેશથી જરૂરી એક્શન પ્લાન તૈયાર કરાવી, તે દીશામાં અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે
નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.ચૌધારી જંબુસર વિભાગ નાઓએ ઉપરોક્ત સુચનાઓ અન્વયે મિલ્કત સબંધીત ગુનાઓ અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે તા.૦૯/૦૧/૨૦૨૫ ના રોજ જંબુસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૯૦૨૭૨૫૦૦૦૭/૨૦૨૫ બી.એન.એસ. એક્ટ ૨૦૨૩ ની કલમ ૩૦૫(ઈ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબના કામે આરોપીઓ તથા મુદ્દામાલ શોધી કાઢવા સારૂ જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એ.વી.પાણમીયા તથા પો.સ.ઈ. કે.બી.રાઠવા તથા સ્ટાફના પોલીસ માણસોની અલગ-અલગ ટીમો બનાવી વિશ્વાશુ બાતમીદારોથી બાતમી મળતા તાત્કાલીક એક્શન લઈ ઉંડાણ પુર્વક તપાસ હાથ ધરી ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી ટીમવર્ક દ્વારા કામગીરી કરી ચોરીનો મુખ્ય આરોપીઓ મુબારક ઈસ્માઈલ રહીમ મલેક તથા અનસ યુનુશ યાકુબ પટેલ બન્ને રહે,જંબુસર તા.જંબુસર જી.ભરૂચ નાઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢી ઝડપી લઇ જંબુસર પોલીસ સ્ટેશને લાવી ચોરીમા ગયેલ મુદ્દામાલ બાબતે પ્રાથમિક પુછ-પરછ કરતા સદર ઈસમોએ કોઈ સંતોષકારક જવાબ આપેલ નહી જેથી પકડાયેલ આરોપીઓ ઉપર પ્રબળ શક જતા તેઓની યુક્તિ-પ્રયુક્તિથી ઉંડાણપુર્વક પુછ-પરછ કરતા આરોપીઓ ભાગી પડેલ અને છેલ્લા એકાદ મહિના પહેલા જંબુસર સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પીટલમાં અવર-જવર કરતા હતા તે દરમ્યાન હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ બંધ આર.ટી.પી.સી.આર લેબોરેટરીમાં લગાવેલ વોલ્ટાસ કંપનીના કુલ છ એસી તથા એક લીનોવો કંપનીનુ લેપટોપ ચોરી કરી આરોપી નંબર (૧) મુબારક ઈસ્માઈલ રહીમ મલેક નાઓ એસી રીપેરીંગ તેમજ જુના એસી લે-વેચ કરતા હોય જેઓની અમનપાર્ક ખાતે આવેલ દુકાનમાં છ એસી પૈકી ચાર એસી ઈનડોર / આઉટ ડોર સાથે રાખેલ તથા આરોપી નંબર (૨) અનસ યુનુશ યાકુબ પટેલ નાઓએ પોતાના રહેણાંક મકાનના માળીયા માં એક લીનોવો કંપનીનુ લેપટોપ રાખેલ તથા સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પીટલના કમ્પાઉન્ડમાં આવેલ ખંઢેર બીલ્ડીંગમાં બીજા બે એસી ઈનડોર આઉટ ડોર તથા સ્ટેપલર, સ્ટેપલર પીન તથા કેલ્ક્યુલેટર સાથે સંતાડેલાની બન્ને આરોપી કબુલાત કરતા આરોપીઓને સદર ગુનાના કામે અટક કરી ચોરીમા ગયેલ કુલ રૂ.૧,૭૧,૦૦૦ નો મુદ્દામાલ રીકવર કરી બન્ને આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
9510012734
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.