દહેગામ તાલુકાના સલકી ગામમાં હડકાયા વાંદરાએ 10 વર્ષના બાળકનો ભોગ લીધો. વન વિભાગ નિદ્રામાં
દહેગામ તાલુકાના સલકી ગામમાં દશ દિવસથી હડકાયા થયેલા વાંદરાઓથી આખું સલકી ગામ ત્રાસી ગયુ છે જેમાં આજે પણ એક વાંદરાએ ગામના એક દશ વર્ષના બાળકને બચકા ભરતા તેનું મોત થતા ગ્રામજનોમાં એરેરાટી ફેલાઈ છે અગાઉ પણ દશ દિવસ પહેલા પણ વાંદરાઓના ત્રાસથી ચાર થી પાંચ લોકો ઈજાગ્રસ્ત થયેલ છે છતાં વનવિભાગ દ્વારા માત્ર પાંજરા મૂકી સંતોષ માની રહી છે હવે સલકી ગામ ભગવાન ભરોસે બેસી રહ્યું છે કારણ કે વન વિભાગની બેદરકારીથી આજે સલકી ગામના એક માસુમ બાળક નો જીવ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ તાલુકાના સલકી ગામના રહેવાસી મહેશભાઈ ઠાકોર નો દીકરો દિપક ઉંમર વર્ષ 10 જેઓ ધોરણ 5 માં અભ્યાસ કરે છે જેઓ પાંચ સાત બાળકો સાથે ગામમાં આવેલ મંદિરે રમતા હતા ત્યારે અચાનક આવેલ વાંદરાએ દિપકને પેટ પાસે બચકા ભરતા દિપક ના પેટના આંતરડા બહાર આવી ગયા હતા જેથી પરિવારજનોને જાણ થતા તેને દહેગામ સિવિલ ખાતે લઇ જતા ડોક્ટર દ્વારા તેને સ્થળ પર મૃત જાહેર કરતા જ પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. હવે પરિવાર તેમજ ગ્રામજનો વન વિભાગ પર આક્ષેપ લગાવી રહ્યા છે કે વન વિભાગ દ્વારા વાંદરા પકડવા માત્ર પાંજરા જ મૂકી જતા રહે છે ગામમાં 50 જેટલાં વાંદરા છે જો વન વિભાગ દ્વારા જો આ વાંદરાને પકડવામાં આવ્યો હોય તો આ બાળક બચી જાત પણ તંત્ર જાણે કંઈક હજુ પણ મોટી ઘટના બનાવાની રાહ જોઈ બેસી રહ્યું હોય તેવું લાગી રહ્યુ છે.દિવાળીના તહેવાર માં પોતાના બાળકને ગુમાવનાર બાળકના પરિવારજનોના માથે આભ તૂટી પડતા આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.