શ્રી સરકારી માધ્યમિક શાળા,ગાગોદર અને કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી
શ્રી સરકારી માધ્યમિક શાળા,ગાગોદર અને કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી
ભારતીય સમાજમાં ઉત્સવોનું ખુબ મહત્વ છે અને દરેક ધર્મના લોકો પોતાના તહેવારો ખુબ હર્ષ અને ઉલ્લાસથી ઉજવે છે. રક્ષાબંધનનો દિવસ બહેન અને ભાઈ માટે ખાસ હોય છે. આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ અને બહેન વચ્ચેના રક્ષણાત્મક બંધનની ઉજવણી કરે છે. શ્રી સરકારી માધ્યમિક શાળા, ગાગોદર ખાતે “સ્ટેમ ફોર ગર્લ્સ” પ્રોજેક્ટ અને શાળાના સહકારથી રક્ષાબંધનની ઉજવણી અલગ રીતે કરવામાં આવી હતી. કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ IBM સ્ટેમ ફોર ગર્લ્સ પ્રોજેક્ટ દ્વારા બાળકોમાં અને એમાય ખાસ કન્યાઓમાં જાતિ સમાનતા , સ્વ-ઓળખ , કારકિર્દી અને એકવીસમી સદીની કુશળતા વિકસિત થાય તે માટે શિક્ષણ વિભાગના સહકારથી કાર્ય કરી રહ્યું છે.
શ્રી સરકારી માધ્યમિક શાળા ગાગોદર ખાતે હર ઘર તિરંગા અને આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિધાર્થીઓમાં રાષ્ટ્પ્રેમ ,રાષ્ટ્રભાવના , દેશહિત જેવા ગુણો વિકસે તેમજ આઝાદીનું મહત્વ સમજે તે માટે વિધાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને આઝાદીના ૭૫ સાલના પ્રતિક રૂપે વિધાર્થીઓ દ્વારા ૭૫ નો આકાર બનાવવામાં આવ્યો હતો તેમજ રક્ષાબંધન ઉજવણી ના ભાગરૂપે વિધાર્થીઓ દ્વારા રાખડીનો આકાર બનાવવામાં આવ્યો હતો. તેમજ આપણી સમાજમાં એક જેન્ડર બાયસ જોવા મળતો હોય છે આ દિવસે બહેન દ્વારા જ ભાઈને રાખડી બાંધવામાં આવે છે અને તેની પાસેથી રક્ષાનું વચન લેવામાં આવે છે. આ જેન્ડર બાયસ તૂટે એ માટે શાળા પરિવાર અને “સ્ટેમ ફોર ગર્લ્સ” પ્રોજેક્ટ દ્વારા સહિયારો પ્રયત્ન કરવામાં આવ્યો જેમાં ભાઈ બહેનનું રક્ષણ કરે તેની સાથે સાથે બહેન પણ ભાઈનું રક્ષણ કરી શકે , બહેન પણ બહેનનું રક્ષણ કરી શકે, ભાઈ ભાઈ નું રક્ષણ કરી શકે તે વિચાર વિધાર્થીઓ અને સમુદાયમાં જાય તેને લઈને શ્રી સરકારી માધ્યમિક શાળા, ગાગોદર માં બહેને – બહેનને , ભાઈ –બહેનને , ભાઈ –ભાઈને , બહેન-ભાઈને રાખડી બાંધી ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી સંસ્થાના કાર્યકર હરેશ સોલંકી અને શાળા પરિવારના સહિયારા પ્રયત્ન દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત શાળા આચાર્ય શ્રી જ્યોતિબેન દ્વારા જન –જાગૃતિ સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.