જ્ઞાન મંજરી વિદ્યાપીઠ બોટાદ ખાતે શિક્ષણ નો સેમિનાર યોજાયો - At This Time

જ્ઞાન મંજરી વિદ્યાપીઠ બોટાદ ખાતે શિક્ષણ નો સેમિનાર યોજાયો


JNB જ્ઞાન મંજરી વિદ્યાપીઠ - બોટાદ ખાતે
વ્યાખ્યાન માળા શ્રેણીમાં *અજવાળાની ઉદ્ષણા* અંતર્ગત ગઈ કાલે તારીખ:- 6.8.22.રોજ બોટાદ જિલ્લાના ચાચરીયા પ્રાથમિક શાળાના નખશિખ કર્મનિષ્ઠ અને સતત અવનવા ઈનોવેટિવ પ્રયોગોથી રાજ્યભરમાં જાણિતા અનેક એવોર્ડથી સન્માનિત જીવંત શિક્ષક શ્રી પ્રવીણભાઈ ખાચરનો જ્ઞાનમંજરી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને મૂલ્ય અને સંસ્કાર શિક્ષણનો સુંદર સંવાદ /સેમિનાર યોજાયો હતો...
આ અદભૂત અને આગવા અવસરે શ્રી પ્રવીણભાઈ દ્વારા પોતાની આગવી શૈલીમાં રજુ થયેલું વાગમય સૌના હ્દયને સ્પર્શ કરી ગયું હતું...પોતાના પ્રેરક પ્રવચનમાં ખાચર સાહેબ દ્વારા આધુનિક સમયમાં મોબાઈલ નામના રમકડાએ જીવંત બાળફુલડાને કેવી રીતે બાનમાં લીધું છે એની સચોટ , માર્મિક ટકોર સાથે "પોતાની ફેમસ રચના"રમકડું ઓનલાઈન છે "એ રજુ કરી સૌને મોબાઈલના દુષણથી દૂર રહેવાનો સંદેશ આપ્યો હતો અને મહામૂલું બચપણ માણી લેવાની પ્રેરક વાત કરી હતી...મોબાઇલનો નહિવત ઉપયોગ કરવાનો સૌ બાળકોએ સહજ સંકલ્પ લેતા આ ઉપક્રમ ખરા અર્થમાં ચરિતાર્થ થયો હતો...

પોતાનો રાજીપો વ્યક્ત કરતાં ખાચર સાહેબે જણાવ્યું હતું કે એક પ્રયોગશિલ અને શિક્ષણનો જીવ પોતાની નિષ્ઠા થકી સૌને મોતીની માળા માફક જોડી કેવું કામ કરે છે એના દર્શન કરવાં મહેતા સાહેબને મળવું જોઈએ ...!! જ્ઞાનમંજરી વિદ્યાપીઠમાં બીજે ક્યાંય નહીં જોયેલા અને શિસ્ત,અનુસાશન અને આગવી કુનેહનો પ્રેમાળ સાગર એવા વિક્રમભાઈ મહેતાને શિક્ષણ સાથેની જીવન લક્ષી કેળવણી પાઠોનુ દિવ્ય વાતાવરણ એક પ્રાઈવેટ શાળામાં ઉભું કરવા બદલ શાળા પરિવાર અને મહેતા સાહેબને બિરદાવ્યાં હતાં...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon