વિછીયા મુકામે સમસ્ત ઠાકોર અને કોળી એકતા મિશન ગુજરાત અને કોળી વિકાસ સંગઠન ગુજરાતના માધ્યમથી કોળી સમાજ ચિંતન શિબિર અને કારોબારી સમિતિની બેઠક યોજવામાં આવી - At This Time

વિછીયા મુકામે સમસ્ત ઠાકોર અને કોળી એકતા મિશન ગુજરાત અને કોળી વિકાસ સંગઠન ગુજરાતના માધ્યમથી કોળી સમાજ ચિંતન શિબિર અને કારોબારી સમિતિની બેઠક યોજવામાં આવી


ગત તારીખ 16.6.2024 ના રોજ વિછીયા મુકામે સમસ્ત ઠાકોર અને કોળી એકતા મિશન ગુજરાત અને કોળી વિકાસ સંગઠન ગુજરાતના માધ્યમથી કોળી સમાજ ચિંતન શિબિર અને કારોબારી સમિતિની બેઠક યોજવામાં આવી આ બેઠકની અંદર વિવિધ સંગઠનો ના હોદ્દેદારો તેમજ સમાજના આગેવાનો હાજર રહ્યા. આ તકે ગુજરાતની અંદર વસતા ઠાકોર અને કોળી સમાજના વિવિધ પડતર પ્રશ્નોને લઈ આગામી દિવસોની અંદર કઈ રીતે ન્યાય અપાવી શકીએ કઈ રીતે લડાઈ લડવી તેની ચર્ચા વિચારણા કરવામાં આવી સાથોસાથ સમાજની અંદર શિક્ષણ વધે વ્યસન નૌ ત્યાગ થાય અંધશ્રદ્ધા દૂર થાય ધંધા રોજગારમાં આગળ વધે સમાજના યુવાનોને યોગ્ય માર્ગદર્શન મળે જેવી અનેક બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી આ ચિંતન શિબિર વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઈ રાજપરા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી ચિંતન શિબિર ની અંદર સંગઠનો ના આગેવાનો ધરમશીભાઈ ધાપા અજમલજી ઠાકોર પથુજી ઠાકોર રમેશભાઈ મેર મયુરભાઈ સાકરીયા ઘનશ્યામભાઈ રાજપરા સાહેબ ગાંધીનગર જ્યોતિબેન મધુબેન દેવશીભાઈ સાકરીયા હીરાભાઈ ઓળકિયા મોરબી અજીતભાઈ ખોરાણી ચોટીલા પરસોત્તમભાઈ રાઠોડ બોટાદ વગેરે આજે આગેવાનો હાજર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.