માઇગ્રેટરી ઇલેક્ટર્સના નોડલ અધિકારીશ્રી અને MCMCના નોડલ અધિકારીશ્રીએ વિવિધ કંપનીઓના માલિકો અને કામદારોને અચૂક મતદાન કરવા અપીલ કરી - At This Time

માઇગ્રેટરી ઇલેક્ટર્સના નોડલ અધિકારીશ્રી અને MCMCના નોડલ અધિકારીશ્રીએ વિવિધ કંપનીઓના માલિકો અને કામદારોને અચૂક મતદાન કરવા અપીલ કરી


બોટાદ GIDCની કંપનીઓના માલિકો અને વેપારીઓને અવશ્ય મતદાન કરવા પ્રોત્સાહિત કરાયા

મતદાનના દિવસે શ્રમિકો/કામદારો મતદાન કરી શકે તે અંગેની વ્યવસ્થા કરવા GIDCની કંપનીઓના માલિકો અને વેપારીઓને અનુરોધ

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં દરેક નાગરિક પોતાનો મત આપીને લોકશાહીના અવસરને ખરા અર્થમાં સાર્થક બનાવે તે હેતુસર બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહના વડપણ હેઠળ કાર્યરત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બોટાદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે હેતુસર મતદાન જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે બોટાદ જિલ્લાના માઇગ્રેટરી ઇલેક્ટર્સના નોડલ અધિકારીશ્રી કે.બી.રમણા અને MCMCના નોડલ અધિકારીશ્રી રાધિકાબેન વ્યાસે બોટાદની GIDC સ્થિત વિવિધ કંપનીઓની જાત મુલાકાત લઈ આ કંપનીઓના માલિકો અને વેપારીઓને અચૂકપણે મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. સાથોસાથ અવશ્ય મતદાન કરવાના શપથ લેવડાવ્યા હતા.

આ તકે માઇગ્રેટરી ઇલેક્ટર્સના નોડલ અધિકારીશ્રી કે.બી.રમણાએ કંપનીઓના માલિકો અને વેપારીઓને લોકશાહીના મહાપર્વમાં અચૂક ભાગ લેવા તેમજ મતદાનના દિવસે પોતાનો મત આપવા જણાવ્યું હતું. મતદાનના દિવસે શ્રમિકો/કામદારો મતદાન કરી શકે તે અંગેની વ્યવસ્થા કરવા GIDCની કંપનીઓના માલિકો અને વેપારીઓને અનુરોધ કર્યો હતો. આ અવસરે જિલ્લા માહિતી વિભાગના અધિકારીઓ/કર્મચારીઓએ પણ અચૂક મતદાનના શપથ લીધા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.