પ્રાંતિજ તાલુકાની ૪૬ મહિલા ખેડૂતોએ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ સુરતના મહુવા તાલુકાના સણવલ્લા ખાતે મેળવી
પ્રાંતિજ તાલુકાની ૪૬ મહિલા ખેડૂતોએ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ સુરતના મહુવા તાલુકાના સણવલ્લા ખાતે મેળવી
******
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ, દેશી ગાયનું મહત્વ, ખેત ઉત્પાદનનું મૂલ્યવર્ધન, પંચગવ્યનો ઉપયોગ, રોગ જીવાત નિયંત્રણ પર માર્ગદર્શન મેળવ્યું
*******
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાની ૪૬ મહિલા ખેડૂતોને સુરત જિલ્લાના મહુવા તાલુકાના સણવલ્લા ગામ સ્થિત પ્રાકૃતિક કૃષિના પ્રસારક ભરતભાઈ પટેલ સંચાલિત નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ પ્રસાર કેન્દ્રના પ્રેરણા પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા.
આ પ્રવાસમાં આત્મા પ્રોજેક્ટ-સુરત અને સાબરકાંઠા દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગ માં મહિલા ખેડૂતોએ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી ની તાલીમ મેળવી હતી. પ્રાકૃતિક કૃષિ તજજ્ઞ જિજ્ઞાશુભાઈ ભરતભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ, દેશી ગાયનું મહત્વ, ખેત ઉત્પાદનનું મૂલ્યવર્ધન, પંચગવ્યનો ઉપયોગ, રોગ જીવાત નિયંત્રણ પર ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
મહિલાઓએ નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ પ્રસાર કેન્દ્રની ફિલ્ડ વિઝીટ કરી હતી.
દેશી ગૌપાલન, ગાયના ગોબર અને ગૌમૂત્રથી ખેતીને નફાકારક બનાવી શકાય છે. જીવામૃત, ઘનજીવામૃત એ ખાતર અને જંતુનાશક બંન્નેની ગરજ સારે છે, અને રસાયણોના વ્યાપક ઉપયોગથી કરેલી ખેતીથી બગડેલી જમીન સુધારે છે એમ જિજ્ઞાશુભાઈએ જણાવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ શિક્ષણના પ્રચાર-પ્રસાર, તાલીમ અને વિસ્તરણ હેતુ સહ આયોજિત આ પ્રવાસ/તાલીમ દરમિયાન ખેડૂત તાલીમ કેંદ્ર બારડોલીની મુલાકાત લીધી. આત્મા પ્રોજેક્ટ- સુરતના ડાયરેક્ટર એન . જી . ગામીત, ડે.ડાયરેક્ટર રિતેશ ભાવસાર, સંજય આહીર, આત્મા પ્રોજેક્ટ-મહુવાના વિપુલ પટેલ, સાબરકાંઠાના નરેન્દ્રસિંહ, વિક્રમસિંહ ઉપસ્થિત રહ્યા હતા
૦૦૦૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.