ઈસનપુરમાં સ્થિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવજી ના સાનીધ્યમાં કાર્યરત શ્રી શક્તિગ્રુપ દ્વારા ધાર્મિકયાત્રા નું આયોજન કરવામાં આવ્યું. - At This Time

ઈસનપુરમાં સ્થિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવજી ના સાનીધ્યમાં કાર્યરત શ્રી શક્તિગ્રુપ દ્વારા ધાર્મિકયાત્રા નું આયોજન કરવામાં આવ્યું.


અમદાવાદ ઈસનપુર ના સુપ્રસિદ્ધ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ ના શ્રી શક્તિ ગ્રુપ દ્વારા ૭૫ થી વધારે શ્રધ્ધાળુઓ ને તારીખ ૧૯ જુલાઈ ૨૦૨૪ ને શુક્રવાર ના રોજ ગણપતિ દાદા ના દેવ સ્થાન - ગણપતપુરા ( કોઠ ), શ્રી કષ્ભંજન દેવ હનુમાનજી મહારાજ ના સાળંગપુર ધામ ( બોટાદ ), કુંડળ ધામ ( સ્વામિનારાયણ મંદિર અને દરબારગઢ ), શ્રી કષ્ભંજન દેવ કામિયળાધામ એમ જુદાજુદા મંદિરો એ એક દિવસ ની ધાર્મિક સ્થળોએ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,

આ ધાર્મિક યાત્રા ના આયોજનમાં ઈસનપુર સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થે આવતા પુરુષો, મહિલાઓ સિનિયર સિટીઝન પડાવે પહોંચેલા વડીલ શ્રધ્ધાળુઓ અને ભક્તોની સંખ્યા વધુ રહી હતી સાથે કેટલાક યુવાનો અને યુવતીઓ અને બાળકો એ પણ વડીલો સાથે જુદાજુદા મંદિરો એ ધાર્મિક સ્થળો એ દર્શન નો લાભ લઈ આનંદ સાથે ધન્યતા અનુભવી હતી,

આ એક દિવસીય ધાર્મિક યાત્રામાં આયોજકો દ્વારા વડીલ શ્રધ્ધાળુઓ અને તમામ ભક્તો માટે પાણી, ચા, કોફી, અલ્પાહાર, સહિત ની ઉત્તમ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી,

ઈસનપુર શ્રી સિદ્ધેશ્વર મહાદેવ ના સાનીધ્યમાં કાર્યરત શ્રી શક્તિગ્રુપ દ્વારા વર્ષ દરમિયાન ધાર્મિકયાત્રા સહિત અનેક સેવા કાર્યો ના આયોજન કરવામાં આવે છે જે પત્રકાર જગતમાં નોંધનીય છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image