વેરાવળમાં નવનિર્મિત ટાવર પોલીસ ચોકીનું રેન્જ આઇજીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
વેરાવળમાં નવનિર્મિત ટાવર પોલીસ ચોકીનું રેન્જ આઇજીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
સહયોગ આપનાર સંસ્થા અને આગેવાનોને સર્ટીફીકેટ એનાયત કરી આભાર વ્યકત કરાયો
વેરાવળમાં વર્ષો જૂની અને હાર્દ સમાં વિસ્તાર ટાવર ચોક ખાતે આવેલ ટાવર પોલીસ ચોકી જર્જરતી થઈ જતાં તેના નવનિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તાજેતરમાં જ તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં આજરોજ રેન્જ આઈજીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વેરાવળના હાર્દ સમા મુખ્ય વિસ્તાર ગણાતા એવા ટાવર ચોક ખાતે પોલીસ ચોકીના જર્જરિત બિલ્ડિંગને ઉતારી લોકભાગીદારીની મદદથી નવા બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું.નિર્માણ કાર્ય પૂર્ણ થતાં આજરોજ જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજડીયા દ્વારા પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ નિર્માણ કાર્યમાં સહભાગી થનાર લોકોને પણ શાલ ઓઢાડી, પ્રમાણપત્ર એનાયત કરી પોલીસ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો .નોંધનીય છે કે,આ ચોકીમાં સતત પોલીસ સ્ટાફને હાજર રહેવાનું હોવાથી પૂરતી સુવિધાઓની જરૂર હતી જે હવે પૂર્ણ થશે.આ કાર્યક્રમમાં એસપી મનોહરસિંહ જાડેજા, ડીવાયએસપી વી.આર.ખેંગાર, એલસીબી પીઆઈ વી.કે.ઝાલા, એસઓજી પીઆઈ એ.બી. જાડેજા, પાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની,ચીફ ઓફિસર ચેતન ડુડીયા, રેયોન કંપનીના યુનિટ હેડ શશાંક પરીખ,રામ કુમાર શર્મા, નગરસેવક ઉદયભાઈ શાહ,સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના અધ્યક્ષ લખમભાઈ ભેંસલા,બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ, ખારાકૂવા ફિશ મર્ચન્ટ એસો.ના પ્રમુખ રફીકભાઈ મૌલાના,શહેર ભાજપ મહામંત્રી ભરતભાઈ ચોલેરા , આસિફભાઈ પારેખ સહિતના આગેવાનો અને શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.આ તકે વેપારી મંડળના સભ્યોએ રેન્જ આઇજીને મોમેન્ટો આપી તેમનો આભાર પ્રગટ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.