કેન્યાના નાઈરોબી નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુ સંવેદના અને સહાય - At This Time

કેન્યાના નાઈરોબી નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુ સંવેદના અને સહાય


કેન્યાના નાઈરોબી નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુ સંવેદના અને સહાય

ખરી સંવેદનાને કોઈ સીમાડા નથી હોતા. સંતત્વ ધરાવતી વ્યક્તિ માટે આખી દુનિયા એનો પરિવાર હોય છે. બાપુની રામકથા તેના શ્રોતાઓના હૈયામાં સંવેદનાનું બીજારોપણ કરે છે. આ વાતનું તાજુ ઉદાહરણ એટલે ગત દિવસોમાં નાઈરોબી નજીક પશ્ચિમ કેન્યાના એક પ્રાંતમાં અત્યંત હૃદય દ્રાવક અકસ્માત થયો હતો જેમાં એક ટ્રક બેકાબૂ બનીને એ વિસ્તારમાં આવેલી માર્કેટમાં રહેલા વાહનો પર ફરી વળ્યો હતો અને એ ગોઝારા અકસ્માતમાં બાવન (૫૨) લોકોનાં મોત થયાં છે.
પુજ્ય મોરારિબાપુ તરફથી આ ઘટનામાં માર્યા ગયેલાઓને પ્રત્યેકના પરિવારજનોને રુપિયા ૧૧ હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. પૂજ્ય બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. રુપિયા પાંચ લાખ બોંતેર હજારની આ શ્રી હનુમંત સંવેદના રાશિ નાઈરોબી સ્થિત રામકથાના શ્રોતાઓના Simple Pay Foundation- Kenya દ્વારા અર્પણ કરવામાં આવી રહી છે. આ પ્રમાણે પૂજ્ય મોરારીબાપુની રામકથા તેના શ્રોતાઓને સમાજ ઉપયોગી કાર્યો માટે પ્રેરણા આપી રહી છે, જેના પરિપાક રૂપે દેશ-વિદેશમાં પણ અસંખ્ય વખત આ પ્રકારની ઘટનાઓમાં રાહત પહોંચતી કરવામાં આવી છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.