રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV) અંગે માર્ગદર્શિકા. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV) અંગે માર્ગદર્શિકા.


રાજકોટ શહેર તા.૭/૧/૨૦૨૫ ના રોજ છેલ્લા કેટલાક અઠવાડિયામાં ચીનમાં શ્વસન સંબંધી બિમારીઓના વધતા કેસોના અહેવાલોને ધ્યાનમાં રાખીને, સંયુક્ત આરોગ્ય મંત્રાલયના DGHS ની અધ્યક્ષતામાં મોનિટરિંગ ગ્રુપ (JMG) ની બેઠક યોજાઈ હતી. જેમાં કુટુંબ કલ્યાણ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO), ડીઝાસ્ટર મેનેજમેન્ટ (DM) સેલના નિષ્ણાતો, ઈન્ટીગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP), નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (NCDC), ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR), કટોકટી તબીબી રાહત ડિવિઝન (EMR), અને દિલ્હી એઈમ્સ સહિતની હોસ્પિટલોએ બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં નીચેના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવેલ છે. હાલમાં ચાલી રહેલી ફ્લુની સિઝનને ધ્યાનમાં રાખીને ચીનમાં સ્થિતિ અસામાન્ય નથી. અહેવાલો પણ સૂચવે છે કે હાલના ઉછાળાનું કારણ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ, RSV અને HMPV છે. સામાન્ય રોગાણુઓ કે જે મોસમ દરમિયાન અપેક્ષિત છે. સરકાર તમામ ઉપલબ્ધ ચેનલો દ્વારા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે WHO ને ચીનની સ્થિતિ અંગે સમયસર અપડેટ્સ શેર કરવા માટે પણ વિનંતી કરવામાં આવી છે. આ વાયરસ ભારત સહિત વિશ્વભરમાં પહેલેથી જ ચલણમાં છે. ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અને SARI પહેલેથી જ છે અને બંનેના ડેટા સુચવે છે કે કેસોમાં કોઈ અસામાન્ય વધારો દર્શાવતા નથી તેમજ હોસ્પિટલોના ચિકિત્સકોએ પણ પુષ્ટિ કરી છે કે છેલ્લા કેટલાક અઠવાડિયાના કેસોમાં શ્વસનની બીમારીમાં અપેક્ષિત કરતા વધુ કેસો જોવા મળેલ નથી. ICMR નેટવર્ક અન્ય શ્વસન વાયરસ જેવા કે એડેનોવાયરસ, RSV, HMPV વગેરે માટે પણ પરીક્ષણ કરે છે. અને આ પેથોજેન્સ પણ પરીક્ષણ કરાયેલા નમૂનાઓમાં અસામાન્ય વધારો દર્શાવતા નથી. HMPV સાવચેતીના પગલાં માટે લેબોરેટરીની સંખ્યા વધારવામાં આવશે ICMR, અને ICMR સમગ્ર વર્ષ માટે HMPV ના ટ્રેન્ડ પર નજર રાખશે. હાલમાં ગુજરાતમાં હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV) નો કોઈ કેસ નોંધાયેલ નથી. પરંતુ અમદાવાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ પ્રાઈવેટ હોસ્પિટલમાં જીલ્લા ડુંગરપુર, રાજસ્થાનનું એક દર્દી દાખલ છે અને સારવાર ચાલુ છે. આરોગ્ય વિભાગે રાજ્યમાં હાલમાં શ્વસનને લગતા ચેપી રોગોની માહિતી વિશ્લેષિત કરી છે. જેમાં ડિસેમ્બર ૨૦૨૩ની સરખામણીએ ડિરોમ્બર ૨૦૨૪માં કોઈ નોંધપાત્ર વધારો જણાવેલ નથી. આરોગ્ય વિભાગ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને શ્વસનને લગતા ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું તેના નિયમોનું પાલન કરવા વિનંતી કરે છે.
શું કરવું (Do's)
(1) જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું. નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો. ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું. તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું. વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો. પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી. બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું. શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
શું ના કરવું (Don'ts).
(2) આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહિ. ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું. જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમા વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો. ગભરાશો નહિ, સાવચેતી એજ સલામતી હોઈ આ માર્ગદર્શિકાનું અવશ્ય પાલન કરવું.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.