બોટાદ રેલવે પોલીસે ડીઝલ ચોરી કરતા 4 આરોપીની કરી ધરપકડ જ્યારે 3 આરોપી ફરાર
બોટાદ રેલવે પોલીસે ડીઝલ ચોરી કરતા 4 આરોપીની કરી ધરપકડ જ્યારે 3 આરોપી ફરાર
બોટાદ શહેરના રેલવે સ્ટેશનમાં આવેલ યાર્ડમાં રહેલા રેલવેના એન્જિન માંથી ડીઝલ ચોરીની જાણ બોટાદ રેલવે આરપીએફ પોલીસને કરવામાં આવી હતી જેને લઈને રેલ્વે પોલીસે ચાર આરોપીઓ પાસે 1400 લીટર ડીઝલ જપ્ત કરેલ હતું જેમાં આર ડી એસ ડીઝલ ડેપોમાં નોકરી કરતા (1) યોગેશ ભરતભાઈ ડાબસરા (2) પ્રવીણ હરજીભાઈ સરકડીયા (3) રાહુલ જીતેન્દ્રભાઈ મકવાણા (4) ઉદય મકવાણા જી.આર.ડી જવાન એમ કુલ ચાર આરોપીઓને પકડી પાડી ત્રણ આરોપીઓ ફરાર જાહેર કરેલ છે.જેમાં ફરાર (5) વિજય મનજીભાઈ (6) હિંમત જીવરાજભાઈ (7) સુરેશ સાદુલભાઈ ને પકડવા માટે રેલ્વે પોલીસે ચક્રો ગતિમાન કરેલ છે.આ સમગ્ર કામગીરી ભાવનગર ડિવિઝન ડી.એ.સી.ના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવેલ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.