જસદણની મહિલાઓ માટે મંગળવારે સવારે વિનામુલ્યે રોગ નિદાન કેમ્પ: મહીલાઓએ કેમ્પમાં સમયસર ઉપસ્થિત રેહવા આયોજકોની અપીલ - At This Time

જસદણની મહિલાઓ માટે મંગળવારે સવારે વિનામુલ્યે રોગ નિદાન કેમ્પ: મહીલાઓએ કેમ્પમાં સમયસર ઉપસ્થિત રેહવા આયોજકોની અપીલ


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણમાં ખાસ મહિલાઓ માટે ડાયાબીટીસ, હિમોગ્લોબીન, અને હાડકાની ધનતા માપવાનો રોગ નિદાન કેમ્પ સૌ પ્રથમવાર જસદણમાં થઈ રહ્યો હોવાથી આ અંગે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે આગામી તા.૧૩ ઑગષ્ટ ૨૦૨૪ ને મંગળવારના રોજ સવારે ૯ થી૧૧ વાગ્યા સુધીમાં જસદણ શહેરના તમામ સમાજની મહિલાઓ માટે ડાયાબીટીસ, હિમોગ્લોબીન અને હાડકાની ધનતા માપવાના એક રોગ નિદાન કેમ્પનું વિનામૂલ્યે આયોજન કુંડલિયા રીચર્સ સેન્ટર અને બી ટી સવાણી હોસ્પિટલ રાજકોટના સહયોગથી જસદણ દાઉદી વ્હોરા સમાજ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં દરેક મહીલાઓને આ ત્રણેય નિદાન એક પણ પૈસો લીધાં વગર વિનામૂલ્યે કરી આપવામાં આવશે તો નિદાન કરવાં ઇચ્છુક મહીલાઓ એ તા.૧૩ ને મંગળવારના રોજ સવારે ૯ થી ૧૧ બુરહાની દાઉદી વ્હોરા મસ્જિદ, સાંકડી શેરી જસદણ ખાતે સમયસર ઉપસ્થિત રેહવા માટે આયોજકોએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.