આંસોદર આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઈ  - At This Time

આંસોદર આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઈ 


દામનગર આંસોદર આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઈ 
અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ અને ડો. જોષી ની સૂચના થી ડો.આર.આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ ડો. રોહિત ગોહિલ ના નેતૃત્વ માં આંસોદર ખાતે ૧૧મી જુલાઈ ના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં લાયક તથા લક્ષિત દંપતિને વસ્તી વિસ્ફોટની સમસ્યા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.
વધુ બાળકો વાળા કુટુંબની આર્થિક દષ્ટિએ સમસ્યા જેવી કે, વધુ બાળકો હોય તો આર્થિક બોજો લાગે, માથાદીઠ આવક ઓછી થાય, જીવનધોરણ નીચું જાય, સામાજીક દષ્ટિએ સમસ્યા જેવી કે, અસંતોષી બાળક બાળ ગુન્હા તરફ સહેજ વળ,નાસી જવાની વૃતીવાળુ બને, સમાજમાં અનૈતિક અને અસામાજિક તત્વો વધે, રાષ્ટ્રીય દષ્ટિએ સમસ્યા જેવીકે, ઝાઝી વસ્તી, રહેઠાણની તંગી, ઝાઝી વસ્તી અનાજની તંગી, ઝાઝી વસ્તી ઝાઝી બેકારી, શ્રમજીવીઓમાં ઝડપી વધારો, બચતનો દર ઓછો, આર્થિક વિકાસ રૂંધાય,માથાદીઠ આવક ઘટે, ભવિષ્ય માટે નિધારીત લક્ષાંકો સિદ્ધ ન થાય, દેશની પ્રગતિ રૂંધાય, પછાત રહે, અન્ય દેશ સાથે સરખામણી ન કરી શકે. ઉપરોકત વસ્તી વધારાની સમસ્યાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા. કુટુંબ નિયોજનની કાયમી અને બીનકાયમી પધ્ધતિ જેવી સ્ત્રી નસબંધી, પુરૂષ નસબંધી, કોપર ટી, નિરોધ, ગર્ભનિરોધક ગોળી, માલા ડી, છાયા, અંતરા ઈન્જેકશન જેવી બાળકો વચ્ચે અંતર રાખવાની પધ્ધતિ વિશે વિસ્તૃત માહીતી આપી અને કુટુંબનિયોજનની પદ્ધતિ અપનાવા વિશે આગ્રહ અને અપીલ કરવામાં આવી.“ નાનુ કુટુંબ સુખી કુટુંબ' ના ફાયદા વિશે માહિતી આપવામાં આવી.આરોગ્ય કેન્દ્ર ના ડો. રેખા સરતેજા, અમૃત પટેલ, રંજનબેન અમરેલીયા અને તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા ખુબ જહેમત ઉઠાવામાં આવી આ કાર્યક્રમને સફળ બનાવવ પૂરતા પ્રયત્નો કરવામાં આવેલ હતા.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.