સ્કોર્પિયોને લઈ ગજબનો ઉત્સાહ, આટલા લાખ ઓર્ડર પેન્ડિંગ, ક્યાં સુધી મળશે ડિલિવરી?
મહિન્દ્રાની નવી સ્કોર્પિયો-એન લોન્ચ થયાને એક મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે. આ એસયુવીએ પહેલા જ દિવસે બુકિંગના મામલે રેકોર્ડ બનાવ્યો હતો. માત્ર એક મિનિટમાં 25,000 Scorpio-N બુકિંગ થઈ ગયા. આ પછી, કંપનીએ સ્કોર્પિયો ક્લાસિકને પણ માર્કેટમાં લૉન્ચ કરી અને કસ્ટમરને આ SUV પણ ખૂબ જ પસંદ આવી. મહિન્દ્રાની બંને SUVનું ભારે બુકિંગ હતું અને કંપની પાસે આ બંને વાહનોના લાખો ઓર્ડર પેન્ડિંગ છે. મહિન્દ્રાએ હજુ સ્કોર્પિયો એનની ડિલિવરી શરૂ કરવાની બાકી છે.
1.5 લાખના ઓર્ડર બાકી
મહિન્દ્રાની બંને સ્કોર્પિયોસ સહિતના આંકડાઓ પર નજર કરીએ તો આ SUVના હાલમાં 1.5 લાખ ઓર્ડર બાકી છે. મહિન્દ્રાએ 26 સપ્ટેમ્બરથી સ્કોર્પિયો એનની ડિલિવરી શરૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ આ વર્ષે નવેમ્બર સુધીમાં સ્કોર્પિયો એનના 25,000 યુનિટ ડિલિવર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તે પ્રથમ લોકપ્રિય Z8L વેરિઅન્ટને પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ મહિનાથી ડિલિવરી શરૂ થશે
Mahindra Scorpio Nની કિંમત રૂ. 11.99 લાખથી શરૂ થાય છે અને રૂ. 23.90 લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 25,000 યુનિટની પ્રથમ બેચની ડિલિવરી પછી તેની કિંમતો વધી શકે છે. કંપનીએ કહ્યું છે કે તે 26 સપ્ટેમ્બરથી શરૂ થનારી ડિલિવરીના પહેલા 20 દિવસમાં કસ્ટમરને 7,000 Scorpio N યુનિટ પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ટચસ્ક્રીન સિસ્ટમ
મહિન્દ્રાની નવી સ્કોર્પિયો ચેન્નાઈની મહિન્દ્રા રિસર્ચ વેલી ખાતે બનાવવામાં આવી છે. નવી સ્કોર્પિયોને મહિન્દ્રા ઇન્ડિયા ડિઝાઇન સ્ટુડિયોમાં ડિઝાઇન કરવામાં આવી છે. અન્ય ફીચર્સ વિશે વાત કરીએ તો, Mahindra Scorpio Nનું ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ સંપૂર્ણપણે ડિજિટલ હશે.
તેમાં મોટી ટચસ્ક્રીન સિસ્ટમ પણ છે. 8-ઇંચની ટચસ્ક્રીન સાથે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ તેના ઇન્ટિરિયરને મજબૂત બનાવી રહી છે. આ સિવાય સ્કોર્પિયો N પર બ્રેક લાઇટ દરવાજા પર ઉપરની તરફ આપવામાં આવી છે અને ટેલ લાઇટ C- શેપમાં છે.
પાંચ વેરિઅન્ટમાં ઉપલબ્ધ
Scorpio-Nને ડીઝલ અને પેટ્રોલ બંને એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી છે. બંને એન્જિનમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન મળશે. ફોર વ્હીલ ડ્રાઇવ (4WD) ફીચર ફક્ત સ્કોર્પિયો-એનના ડીઝલ એન્જિન વિકલ્પો જેમ કે Z4, Z8, Z8L સાથે ઉપલબ્ધ છે. તે પાંચ વેરિઅન્ટ Z2, Z4, Z6, Z8, Z8Lમાં ઉપલબ્ધ થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.