વડોદરા: ઢોર ચરાવવા ગયેલા વૃદ્ધ તળાવમાં ગુમ, મગર હોવાથી લોકોમાં ભય
વડોદરા નજીકના વાઘોડિયા તાલુકાના ગામમાં ઢોર ચરાવવા ગયેલા એક વૃદ્ધ તળાવમાં ગુમ થયા હોવાની વિગતોને પગલે વડોદરા ફાયર બ્રિગેડ ની મદદ લેવામાં આવી છે. આજવા રોડ પર આવેલા મોરલીપુરા ગામે રહેતા ભાઈલાલભાઈ પાટણવાડીયા (65 વર્ષ) ગઈકાલે બપોરે ઢોર ચરાવવા માટે સીમમાં ગયા હતા. મોડી સાંજે તેઓ પરત નહીં ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી.દરમિયાનમાં ગુમ થયેલા ભાઈલાલભાઈના ચંપલ તેમજ કપડા તળાવ પાસેથી મળી આવતા પરિવારજનો ને ફાળ પડી હતી.તળાવમાં મગર હોવાને કારણે લોકોમાં પણ ગભરાટ ફેલાયો હતો. જેથી ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. વડોદરા ફાયર બ્રિગેડ ની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના જશુભાઈ એ કહ્યું હતું કે, અમે ગ્રામજનોની મદદથી સવારથી તળાવમાં શોધખોળ કરી રહ્યા છીએ અને તે દરમિયાન ગુમ થયેલા વૃદ્ધની લાકડી પણ તળાવમાંથી મળી આવી છે. જેથી તળાવમાં શોધખોળ ચાલુ રાખી છે.વડોદરા નજીકના વાઘોડિયા તાલુકાના ગામમાં ઢોર ચરાવવા ગયેલા એક વૃદ્ધ તળાવમાં ગુમ થયા હોવાની વિગતોને પગલે વડોદરા ફાયર બ્રિગેડ ની મદદ લેવામાં આવી છે.
આજવા રોડ પર આવેલા મોરલીપુરા ગામે રહેતા ભાઈલાલભાઈ પાટણવાડીયા (65 વર્ષ) ગઈકાલે બપોરે ઢોર ચરાવવા માટે સીમમાં ગયા હતા. મોડી સાંજે તેઓ પરત નહીં ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. દરમિયાનમાં ગુમ થયેલા ભાઈલાલભાઈના ચંપલ તેમજ કપડા તળાવ પાસેથી મળી આવતા પરિવારજનો ને ફાળ પડી હતી.તળાવમાં મગર હોવાને કારણે લોકોમાં પણ ગભરાટ ફેલાયો હતો. જેથી ફાયર બ્રિગેડની મદદ લીધી હતી.
વડોદરા ફાયર બ્રિગેડ ની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના જશુભાઈ એ કહ્યું હતું કે, અમે ગ્રામજનોની મદદથી સવારથી તળાવમાં શોધખોળ કરી રહ્યા છીએ અને તે દરમિયાન ગુમ થયેલા વૃદ્ધની લાકડી પણ તળાવમાંથી મળી આવી છે. જેથી તળાવમાં શોધખોળ ચાલુ રાખી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.