બ્રાઝિલમાં ચાર્જર વિના IPhoneના વેચાણ પર પ્રતિબંધ, IPhone 14નું આજે થશે લોન્ચિંગ
Appleની iPhone 14 સિરીઝના લોન્ચિંગ પહેલા જ બ્રાઝિલે Appleને મોટો ઝટકો આપ્યો છે. બ્રાઝિલે દેશભરમાં ચાર્જર વિનાના iPhoneના વેચાણને બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય બ્રાઝિલની સરકારે આઈફોન સાથે ચાર્જર ન આપવા બદલ એપલ પર લગભગ 18 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. સરકારે તેના એક આદેશમાં કહ્યું છે કે ગ્રાહકોને તેમને સંપૂર્ણ ઉત્પાદન આપવામાં આવ્યું નથી. જણાવી દઈએ કે, iPhone 14 સિરીઝનું લોન્ચિંગ આવતીકાલે એટલે કે 7 સપ્ટેમ્બરે થવા જઈ રહ્યું છે, અને તેના પહેલા જ આવેલો સરકારનો નિર્ણય એપલ માટે મુશ્કેલી બની શકે છે, કારણ કે નવા iPhones પણ ચાર્જર વગર વેચાવા જઈ રહ્યા હતા.
રોઇટર્સના અહેવાલ મુજબ, બ્રાઝિલના ન્યાય મંત્રાલયે એપલને આઇફોન 12 અને નવા મોડલનું વેચાણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. તેણે એવા તમામ iPhone મોડલને બંધ કરવાનો આદેશ પણ આપ્યો છે જે ચાર્જર સાથે આવતા નથી. મંત્રાલયે એમ પણ કહ્યું છે કે ફોન સાથે ચાર્જર ન આપવું એ ગ્રાહકો સાથે ઇરાદાપૂર્વકના ભેદભાવપૂર્ણ વર્તન હેઠળ આવે છે.
Apple એ 2020 માં iPhone 12 ના લોન્ચ સાથે ફોન સાથે ચાર્જર આપવાનું બંધ કરી દીધું હતું. કંપનીનું કહેવું છે કે આ પગલું કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે લેવામાં આવ્યું છે. એપલની આ દલીલોને ન્યાય મંત્રાલયે નકારી કાઢી હતી. મંત્રાલયે કહ્યું હતું કે ફોન સાથે ચાર્જર ન આપવાથી પર્યાવરણીય સલામતીના કોઈ પુરાવા નથી.
જણાવી દઈએ કે, 7 સપ્ટેમ્બરના રોજ Apple iPhone 14 સિરીઝ લૉન્ચ કરવા જઈ રહી છે, જે અંતર્ગત iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro, iPhone 14 Pro Max લૉન્ચ કરવામાં આવશે. નવા iPhone ઉપરાંત Apple Watch Series 8 પણ લોન્ચ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે iPhone સાથે સૌથી મોટો ફેરફાર નોચ વિશે હશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.