પેપરો ફૂટવા મામલે નેતા હોય તો પણ નહીં છોડીએ, સ્કૂલોમાં વધુ ફી નહીં આપવા દઈએ
અરવિંદ કેજરીવાલે સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સભાને સંબોધન કરતા કહ્યું હતું કે, મને કહેવામાં આવ્યું 2018માં તલાટીનું એકે પેપર સરખી રીતે નથી લેવાયું. બધા પેપર ફૂટી રહ્યા છે. ફેબ્રુઆરીમાં તલાટીનું પેપર લઈ અને એપ્રિલમાં નોકરીઓ આપીશું. બધાને જેલ મોકલીશું જે પેપર ફોડશે તેમને 10 વર્ષ માટે જેલ મોકલીશું. બીજી ગેરન્ટી અમે વીજળીની ગેરન્ટી આપી છે. દિલ્હીમાં ફ્રીમાં વીજળીના કારણે જીરો બિલ આવે છે.
દ્વારકામાં જનસભાને સંબોધતા અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, પૂરી દુનિયામાં કોઈએ આ જાદુ નથી જોયો, કેજરીવાલને આ આવડે છે. પંજાબમાં પણ જીરો બિલ આવવા લાગ્યા છે. ગુજરાતમાં સરકાર બનાવી દો. 3 મહિનામાં વીજળીનું બિલ તમારું જીરો આવશે. જેટલા તમારા જૂના બિલો છે તે માફ કરવામાં આવશે.
મારા પાસે ઘણા લોકો આવ્યા હતા જેમને ત્યાં 10 હજાર બિલો આવી રહ્યા છે. અમે બધા બિલો માફ કરીશું. આવનાર સમયમાં 300 યુનિટ વીજળી ફ્રી આપીશું. કોઈ બીજેપી-કોંગ્રેસ સરકારે ફ્રી વીજળી નથી આપી. સ્કૂલોને વધુ ફી નહીં આપવા દઈએ. તમને ગમે તેવી નાની મોટી બિમારી હોય એ તમામ ખર્ચ આપવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.