પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં CM મમતા બેનર્જીને ઝટકો, ભાજપે જીતી 12માંથી 11 સીટો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઝટકો આપતા, ભાજપે તૃણમૂલ કોંગ્રેસના ગઢ ગણાતા નંદીગ્રામમાં સહકારી નાગરિક સંસ્થાની ચૂંટણી જીતી લીધી છે. અગાઉ 2021ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીને નંદીગ્રામથી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીનો મતવિસ્તાર છે. એક જિલ્લા અધિકારીએ જણાવ્યું કે ભાજપે ભેકુટિયા સમબેય કૃષિ સમિતિની 12માંથી 11 બેઠકો જીતી લીધી છે, જ્યારે એક બેઠક તૃણમૂલ કોંગ્રેસના ખાતામાં ગઈ છે. આ ચૂંટણી રવિવારે યોજાઈ હતી અને આ દરમિયાન બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.
ગયા મહિને નંદીગ્રામના બીજા ભાગમાં તૃણમૂલે મોટી જીત મેળવી હતી. તૃણમૂલને નંદીગ્રામ-2 બ્લોકમાં 51 અને સીપીએમએ એક સીટ જીતી હતી પરંતુ ભાજપને એક પણ સીટ મળી ન હતી. મમતા બેનર્જીની પાર્ટીએ કોંટાઈ અને સિંગુરમાં પણ મોટી જીત મેળવી છે.
રવિવારે યોજાયેલી ચૂંટણીમાં બંને પક્ષોએ એકબીજા પર હિંસાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે તૃણમૂલ પર ચૂંટણીમાં વિક્ષેપ પાડવા માટે બહારના લોકોને લાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. સુવેન્દુ અધિકારી પર પણ તૃણમૂલે આ જ આરોપો લગાવ્યા છે. ચૂંટણી જીતનાર ભાજપના ઉમેદવારે આક્ષેપ કર્યો હતો કે તૃણમૂલે ચૂંટણીમાં અવરોધ લાવવા માટે બહારના લોકોને લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મતદારોએ તેમની યોજનાને નિષ્ફળ બનાવી દીધી હતી.
સેમ આવેલી કેટલીક તસવીરોમાં કેટલીક મહિલાઓ સ્થાનિક પંચાયત સમિતિના સભ્ય સાથ મારપીટ કરતી જોવા મળે છે.કહેવાય રહ્યું છે કે આ વ્યક્તિ તૃણમૂલ કોંગ્રેસનો સભ્ય છે. તેને નંદીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ બચાવી લીધો. આ ઘટના વિશે વિગતો માટે તૃણમૂલના પ્રવક્તાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કોઈપણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
નંદીગ્રામ એ મમતા બેનર્જીના ભૂતપૂર્વ સહાયક સુવેન્દુ અધિકારીનો મતવિસ્તાર છે, જેમણે 2021ની વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ છોડી દીધું હતું અને બંગાળની ચૂંટણીના થોડા મહિના પહેલા ભાજપમાં જોડાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.