રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઈ: વિકાસના કામો અને કામગીરીની સમીક્ષા કરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%aa%95%e0%ab%8b%e0%aa%9f-%e0%aa%a1%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%aa%bf%e0%aa%95%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%95%e0%ab%8b%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a1/" left="-10"]

રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઈ: વિકાસના કામો અને કામગીરીની સમીક્ષા કરી


રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક આજરોજ સાંસદ મોહનભાઈ કુંડારિયા તથા જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં રાજકોટ જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ચાલતા કામોની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓએ તેમના વિભાગ દ્વારા કરાઈ રહેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી. જે મુજબ, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર મિશનમાં સમગ્ર રાજ્યમાં રાજકોટ જિલ્લો ત્રીજા ક્રમે છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જિલ્લામાં ૧૫૩ શૌચાલયોનું નિર્માણ કરાયું છે. જિલ્લામાં જમીન રી-સર્વે માટે કુલ ૨૧,૩૪૭ વાંધા અરજીઓ આવેલી છે. જે પૈકી ૧૭,૭૦૦થી વધુ અરજીઓનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. બાકીની અરજીઓમાં વાંધા નિકાલની કામગીરી પ્રગતિ હેઠળ છે. જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ ૮૫ ઓરડાઓ મંજૂર થયેલા છે, જેમાં ૭૧ ઓરડાના કામ પૂર્ણ થઈ ચૂક્યા છે, અને બાકીના ઓરડાના કામો પણ બહુ ટુંક સમયમાં પૂર્ણ થઈ જશે. જિલ્લામાં નવા ૩૨૦ ઓરડાની દરખાસ્ત પણ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવી છે. સ્વામિત્વ યોજના અંતર્ગત જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ૭૪ ગામોમાં ડ્રોનથી જમીન સર્વેની કામગીરી ચાલી રહી છે. જેમાં ૬૩ ગામોમાં માપણી થઈ ગઈ છે. પ્રધાનમંત્રી આવાસ-શહેરી યોજના હેઠળ રાજકોટ મહાનગરમાં ૫૧૪૦ આવાસોનું કામ હાલ ચાલુ છે. લાઈટ હાઉસના ૧૧૪૪ આવાસોનું કામ પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં જ આ આવા સોનું લોકાર્પણ પણ થઈ જશે. જિલ્લાના પાંચ વિસ્તારોમાં બી.એસ.એન.એલ. પાંચ ટાવર ઇન્સ્ટોલ કરશે. આ મીટિંગમાં ગત મિટિંગની કામગીરીને બહાલી અપાઈ હતી. જિલ્લામાં અમૃત યોજના તેમજ અન્ય યોજનાઓમાં થયેલી સારી કામગીરી પ્રત્યે સાંસદએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. એસ. ઠુંમર, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, જિલ્લા આયોજન અધિકારી નીતિન ટોપરાણી, વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]