તળાજા શહેરમાં યદુવંશી આહીર સમાજ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની ભવ્યાતિ ભવ્ય મહા શોભાયાત્રા કાઢવામાં આવી યદુવંશી આહીર સમાજ દ્વારા ભવ્ય મહા શોભાયાત્રા આજે કાઢવામાં આવી હતી વર્ષોની પરંપરા મુજબ આજે પણ વિશાળ સં - At This Time

તળાજા શહેરમાં યદુવંશી આહીર સમાજ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની ભવ્યાતિ ભવ્ય મહા શોભાયાત્રા કાઢવામાં આવી યદુવંશી આહીર સમાજ દ્વારા ભવ્ય મહા શોભાયાત્રા આજે કાઢવામાં આવી હતી વર્ષોની પરંપરા મુજબ આજે પણ વિશાળ સં


તળાજા શહેરમાં યદુવંશી આહીર સમાજ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની ભવ્યાતિ ભવ્ય મહા શોભાયાત્રા કાઢવામાં આવી

યદુવંશી આહીર સમાજ દ્વારા ભવ્ય મહા શોભાયાત્રા આજે કાઢવામાં આવી હતી વર્ષોની પરંપરા મુજબ આજે પણ વિશાળ સંખ્યામાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી જન્માષ્ટમી પર્વને લઈને યુવાનોમાં અને વડીલોમાં અનેરો થનગાટ હોય છે છેલ્લા ઘણા દિવસોની તડામાર તૈયારીઓ બાદ આજે ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી શ્રીકૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે તળાજામાં યદુવંશી આહીર સમાજ દ્વારા ભવયાતી ભવ્ય મહા શોભાયાત્રા કાઢવામાં આવી હતી તળાજા શહેરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નું સ્વાગત તેમજ સેવાભાવી લોકો દ્વારા ઠંડા પીણા તેમજ દૂધ કોલ્ડ્રિંકસ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તળાજા શહેરમાં વાવ ચોક ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત અને આઝાદ ગ્રુપ દ્વારા દૂધ કોલ્ડ્રિંક્સ સહિતના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અંકુર એગ્રો રાજુભાઈ તથા મહરીભાઇ તેમજ ભગીરથ ગોલ્ડ ગીગાભાઈ તથા ભગીરથભાઈ તેમજ સારથી હાર્ડવેર અને ગોપાલભાઈ સગર સહિતના સેવાભાવી લોકો દ્વારા તમામ શ્રદ્ધાળુઓને દૂધ કોલ્ડ્રીંકસ્ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો. આવી રીતે તળાજા શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિવિધ સંગઠનો અને મિત્ર મંડળ દ્વારા યથાશક્તિ પ્રમાણે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી કાર્યક્રમમાં ધારાસભ્ય કનુભાઈ બારૈયા સહિત વિવિધ અધિકારીઓ પદાઅધિકારીઓ કર્મચારીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિતના અનેક આગેવાનો પણ જોડાયા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.