આ જનમાષ્ટમી પર ઘરે બનાવો મથુરા સ્ટાઇલમાં પેંડા, કનૈયાને ધરાવો પ્રસાદમાં... - At This Time

આ જનમાષ્ટમી પર ઘરે બનાવો મથુરા સ્ટાઇલમાં પેંડા, કનૈયાને ધરાવો પ્રસાદમાં…


દેશભરમાં આજે કૃષ્ણ જન્મોત્સવની ધૂમ છે. કૃષ્ણ જનમાષ્ટમીના અવસર પર લોકો જાતજાતના ભોગ બનાવીને ભગવાન કૃષ્ણને પૂજા કરતા હોય છે. આમ, જો કૃષ્ણ જનમાષ્ટમીના ભોગની વાત થઇ રહી છે તો મથુરાના પેંડા થાળીમાં હોય એ ખૂબ જરૂરી છે. મથુરાના પેંડા દુનિયામાં ખૂબ જાણીતા છે. તો તમે પણ મથુરાના પેંડાનો સ્વાદ ઘરે માણી શકો છો. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો મથુરાના પેંડા...

સામગ્રી

માવો

બૂરું ખાંડ

ઘી

ઇલાયચી પાવડર

બનાવવાની રીત

મથુરા સ્ટાઇલના પેંડા ઘરે બનાવવા માટે સૌ પ્રથમ માવો બનાવવા માટે સૌ પ્રથમ ગાયના દૂધનો જ ઉપયોગ કરો.

આ માટે ગાયના દૂધને ઉકાળવા માટે મુકી દો. દૂધનો એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દો અને દૂધને ઉકળવા દો.

દૂધ ઉકળે ત્યારે 2 થી 3 મિનિટ સતત હલાવતા રહો.

10 થી 12 મિનિટ રહીને દૂધ ઘટ્ટ થવા લાગશે.

દૂધ બરાબર ઉકળી જાય એટલે માવો થવા લાગશે. માવો કણીવાળો થાય એટલે ગેસ બંધ કરી દો.

માવો બરાબર થઇ જાય એટલે ગેસ બંધ કરી દો.

હવે પેંડા બનાવવા માટે સૌ પ્રથમ માવાને એક કઢાઇમાં શેકી લો.

જ્યારે માવામાંથી સુગંધ આવવા લાગે ત્યારે તરત જ ગેસ બંધ કરી દો.

માવો ઠંડો થાય એટલે ફરી ધીમા ગેસે ધીમાં શેકી લો.

ઘીમાં માવો મિક્સ કર્યા પછી હવે એક બાઉલમાં લઇ લો.

ત્યારબાદ આ મિશ્રણમાં ઇલાયચી પાવડર અને બૂરું ખાંડ મિક્સ કરી લો.

હવે આ માવાને હાથથી બરાબર મિક્સ કરી દો.

પછી આ માવામાંથી નાના-નાના બોલ્સ ટાઇપ બનાવી લો અને ઉપરથી થોડુ ચપટું કરી લો.

ત્યારબાદ આ પેંડામાં ઉપરથી બૂરું ખાંડ નાંખો. બૂરું ખાંડ તમે પ્લેટમાં લઇને પણ રગદોળી શકો છો. આ રીતે તમે બૂરું ખાંડ નાંખશો તો ટેસ્ટ બહુ મસ્ત લાગશે.

તો તૈયાર છે મથુરાના પેંડા.

મથુરાના પેંડા તમે આ રીતે ઘરે બનાવશો તો પરફેક્ટ બનશે અને ખાવાની પણ મજા આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image