અમેરિકી ડોલર સામે રૂપિયામાં જબરદસ્ત ઉછાળો, એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો - At This Time

અમેરિકી ડોલર સામે રૂપિયામાં જબરદસ્ત ઉછાળો, એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો


ડોલરમાં ઘટાડો અને વિદેશી રોકાણના પ્રવાહમાં વધારાને પગલે ભારતીય રૂપિયો મંગળવારે શરૂઆતના કારોબારમાં અમેરિકી ડોલર સામે 40 પૈસા વધીને 79.12 પર પહોંચ્યો હતો. છેલ્લા એક મહિનામાં રૂપિયાનું આ સૌથી મજબૂત સ્તર છે. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયો 79.12 પર ટ્રેડ કરી રહ્યો હતો, જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં 79.52 હતો. ડોલર નબળો પડવાથી અને ઈનલાઈન સીપીઆઈ ડેટા (રિટેલ ફુગાવાના ડેટા) જાહેર થયા બાદ રૂપિયો મજબૂત થયો હતો.

શા માટે રૂપિયો થયો મજબૂત

એલકેપી સિક્યોરિટીઝના વીપી રિસર્ચ એનાલિસ્ટ જતિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજે સાંજે જાહેર થનારા યુએસ ફુગાવાના ડેટાને જોતાં ડૉલર પરનું દબાણ ઓછું થયું છે. યુએસમાં ફુગાવો ઘટીને 8.1 % થવાની ધારણા છે, જ્યારે અગાઉ તે 8.5 % રહેવાની ધારણા હતી. આ આંકડાઓ ડોલરને નકારાત્મક રેલી આપી રહ્યા છે. ફુગાવો ઘટવાથી ફેડ પર દબાણ ઓછું થશે. તેનાથી ડોલરની માંગ પણ નબળી પડશે. અગાઉ એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે ફેડ તેના દરમાં 0.75 bpsનો વધારો કરી શકે છે, પરંતુ જો ફુગાવો ઘટશે તો આ વધારો માત્ર 0.50 અથવા 0.25 રહેશે.

ડોલર ઇન્ડેક્સ કેવો છે

ડૉલર ઇન્ડેક્સ, જે છ ચલણો સામે ગ્રીનબેકની મજબૂતાઈને માપે છે, તે 0.26 % ઘટ્યો હતો. સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સેન્સેક્સ 470.64 પોઈન્ટ અથવા 0.78 % વધીને 60,585.77 પર ટ્રેડ કરી રહ્યો હતો અને નિફ્ટી 137.95 પોઈન્ટ અથવા 0.77 % વધીને 18,074.30 પર ટ્રેડ કરી રહ્યો હતો.

ખાદ્યપદાર્થોના ભાવમાં વધારાને કારણે ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) ઓગસ્ટમાં વધીને 7 % થયો હતો, જે જુલાઈમાં 6.71 % હતો. આ સતત આઠમો મહિનો છે જ્યારે ફુગાવો કેન્દ્રીય બેંકના 6 %ના મહત્તમ સહનશીલતા બેન્ડથી ઉપર રહ્યો છે. સરકારે RBIને માર્ચ 2026 ના રોજ પૂરા થતા પાંચ વર્ષના સમયગાળા માટે છૂટક ફુગાવો 2 થી 4 %ની રેન્જમાં જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.