RBI વ્યાજ દરમાં 35 થી 50 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે : SBI - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rbi-%e0%aa%b5%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%9c-%e0%aa%a6%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-35-%e0%aa%a5%e0%ab%80-50-%e0%aa%ac%e0%ab%87%e0%aa%b8%e0%aa%bf%e0%aa%b8-%e0%aa%aa%e0%ab%8b%e0%aa%88/" left="-10"]

RBI વ્યાજ દરમાં 35 થી 50 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે : SBI


ઓગસ્ટમાં છૂટક ફુગાવો વધ્યા બાદ RBIએ વ્યાજ દરોમાં 35-50 બેસિસ પોઈન્ટનો વધારો કરે તેવી શક્યતા છે. SBIએ તેના એક સંશોધનમાં અનુમાન લગાવ્યું છે કે સપ્ટેમ્બરમાં મોનેટરી પોલિસી કમિટીની આગામી બેઠકમાં RBI રેટ વધારી શકે છે. શેડ્યૂલ મુજબ, RBIની આગામી 3 દિવસીય નાણાકીય નીતિની બેઠક 28-30 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે. મોંઘવારીનો સામનો કરવા માટે RBI છેલ્લા બે વખતની જેમ આ વખતે ચોક્કસપણે વધારો કરશે. જણાવી દઈએ કે, દર વધારવાનો આ ટ્રેન્ડ આજકાલ વિશ્વની તમામ સેન્ટ્રલ બેંકો દ્વારા જોવામાં આવી રહ્યો છે. નાણાકીય નીતિને કડક બનાવવાના વૈશ્વિક વલણને ધ્યાનમાં રાખીને, RBIએ અત્યાર સુધીમાં મુખ્ય રેપો રેટમાં 3 વખત વધારો કર્યો છે.

તમને જણાવી દઈએ કે, રેપો રેટ એ દર છે કે જેના પર દેશની સેન્ટ્રલ બેંક વ્યાપારી બેંકોને નાણાં ધિરાણ આપે છે.

RBIએ 3 વખત દરમાં કર્યો છે વધારો

RBI દ્વારા 3 વધારા બાદ રેપો રેટમાં 140 બેસિસ પોઈન્ટ અથવા 5.40 %નો ઘટાડો કરવામાં આવ્યો છે. SBIના આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે, બેન્ક સપ્ટેમ્બર પછી લઘુત્તમ અને ટોકન દરમાં વધારો કરવાનું આયોજન કરી રહી છે, કારણ કે બીજા છમાસિક (ઓક્ટોબર-માર્ચ)માં ફુગાવો ઘટી શકે છે.

ઓગસ્ટમાં ફુગાવો વધીને 7 % થયો

સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર, ખાદ્યપદાર્થોના ભાવમાં તીવ્ર વધારો થવાને કારણે ભારતનો છૂટક ફુગાવો અગાઉના મહિનામાં 6.71 %થી વધીને ઓગસ્ટમાં 7 % થયો હતો. એટલે કે ફુગાવો સતત આઠમા મહિને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સહનશીલતા બેન્ડથી ઉપર રહ્યો છે. RBIની જવાબદારી છે કે, તે ફુગાવાને 2-6 ટકાની રેન્જમાં રાખવાનો પ્રયાસ કરે. જો સરેરાશ ફુગાવો સતત 3 ક્વાર્ટરમાં 2-6 %ની રેન્જની બહાર રહે તો તેને RBIની નિષ્ફળતા ગણવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]