અમદાવાદમાં શ્રમિકોના મૃત્યુ પર ગુજરાતના CM અને પ્રધાનમંત્રીનું સંવેદનશીલ ટ્વિટ
અમદાવાદમાં આજે ગુજરાત યુનિવર્સિટી પાસે બનેલી ઘટનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ટ્વિટ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે મૃતકોના પરિવારને સંવેદના અને ઇજાગ્રતો ફરીથી સજા થાય તેવી પ્રાર્થના, અસરગ્રસ્તોને સ્થાનિક તંત્ર શક્ય તમામ મદદ કરી રહ્યું છે.
તો બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ટ્વિટ કરી લખ્યું હતું કે ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદન લાગણી વ્યક્ત કરું છું. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત ઝડપથી સજા થાય તેવી ભગવાનને પ્રાર્થના કરું છું.
શું હતી ઘટના ?
અમદાવાદમાં ગુજરાત યુનવર્સિટી પાસે મોટી ઘટના બની હોવાના સમાચાર આવી રહ્યા છે ગુજરાત યુનિવર્સિટી પાસે એક ઇમારતના નિર્માણ કાર્ય દરમિયાન દુર્ઘટના બની હોવાનું જણાવાઈ રહ્યું છે. એક્સપાયર -2 નામની બિલ્ડીંગનું કામ ચાલુ હતું તે જ દરમિયાન સાતમા માળેથી લિફ્ટ તૂટી હતી અને 7 જેટલા શ્રમિકોના મોત થયાના સમાચાર છે.
શ્રમિકોની મોત માટે જવાબદાર કોણ ? અને સેફટી જેવા પ્રશ્નો પર ઉભા થઇ રહ્યા છે. આ બનાવ અમદાવાદની ગુજરાત યુનિવસીટી નજીક આવેલા એક્સપાયર- 2 બિલ્ડીંગમાં બન્યો હતો. અમદાવાદમાં ઘણી જગ્યાએ મોટાપાયે મોટી મોટી ઇમારતોના કાર્ય ચાલુ છે ત્યારે આવી ઘટના બને છે બીલ્ડીગમાં સેફટીની સુવિધા રાખવી જોઈએ જેથી કોઈ અનિચ્છીય બનાવ ન બને. ગરીબ શ્રમિકોના જીવન સાથે રમતો રમાય છે.
મૃત્યુ પામનાર શ્રમિકોના નામ આ પ્રમાણે છે
1) સંજયભાઈ બાબુભાઇ નાયક
2) જગદીશભાઈ રમેશભાઈ નાયક
3) અશ્વિનભાઈ સોમાભાઈ નાયક
4) મુકેશ ભરતભાઈ નાયક
5) મુકેશભાઇ ભરતભાઇ નાયક
6) રાજમલ સુરેશભાઇ ખરાડી
7) પંકજભાઇ શંકરભાઇ ખરાડી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.