હવે શેરધારકોની સિક્યોરિટીઝ અને ફંડનો દૂરુપયોગ નહીં થાય, સેબીએ આ સંદર્ભે નવી ફ્રેમવર્ક રજૂ કરી
માર્કેટમાં અનેકવાર સ્ટોક બ્રોકર્સ દ્વારા શેરધારકોની સિક્યોરિટીઝ તેમજ ફંડના દૂરુપયોગની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આ પ્રકારના દૂરુપયોગને ટાળવા માટે માર્કેટ નિયામક સેબી દ્વારા એક નવા માળખાને અમલી બનાવાયું છે. આ ફ્રેમવર્ક હેઠળ, ક્લિયરિંગ કોર્પોરેશન તરફથી મળેલી જવાબદારીઓ સામે ડિપોઝિટરીએ ક્લાઇન્ટ્સના ડીમેટ એકાઉન્ટમાંથી ટ્રેડિંગ મેમ્બર પૂલ એકાઉન્ટમાં સિક્યોરિટીઝ ટ્રાન્સફર માટેની સૂચનાને માન્ય કરવાની રહેશે.
ક્લાઇન્ટના ડીમેટ એકાઉન્ટમાંથી ટ્રેડિંગ મેમ્બર પૂલ એકાઉન્ટમાં પે-ઇન માટે સિક્યોરિટીઝ ટ્રાન્સફર કરતા પહેલા આ પ્રક્રિયા કરવાની રહેશે તેવું સેબીએ જણાવ્યું હતું. 25 નવેમ્બરથી લાગૂ થતા નવા ફ્રેમવર્કનો ઉદ્દેશ્ય ગ્રાહકોની સિક્યોરિટીઝ, ખાસ કરીને ડિલિવરી/પતાવટની જવાબાદારીને લઇને રહેલા જોખમને ઘટાડવાનો છે.
પે-ઇન માટે ક્લાઇન્ટના ડીમેટ એકાઉન્ટમાંથી TM પૂલ એકાઉન્ટમાં સિક્યોરિટીઝ ટ્રાન્ફર કરતા પહેલા ડિપોઝિટરીઝે પે-ઇનનો હેતુ પાર પાડવા માટે ઉપલબ્ધ કોઇપણ ચેનલ્સ મારફતે ટ્રાન્સફર સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. વહેલા પે-ઇન લેણદેણ માટે અત્યારની બ્લોક મેકેનિઝમ પ્રોસેસનો ઉપયોગ કરી શકાશે.
પે-ઇન સિક્યોરિટીઝ હેઠળ, ક્લાઇન્ટ્સ જે શેર્સ ઑફલોડ કરવા માંગે છે તેને ડીમેટ એકાઉન્ટ્સમાંથી લેવામાં આવે છે અને તેને બ્રોકરના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને ત્યારબાદ આ શેર્સને ક્લિયરિંગ કોર્પોરેશન (CC)ને પહોંચાડવામાં આવે છે.
પે-આઉટ સિક્યોરિટીઝ સુવિધા હેઠળ, શેરધારક જે શેર્સ ખરીદવા માંગે છે તેને ક્લિયરીંગ કોર્પોરેશન તરફથી મેળવાય છે અને ત્યારબાદ તેને બ્રોકરના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તે શેરધારકના ડીમેટ એકાઉન્ટમાં જોવા મળે છે. પે-ઇન સૂચનાઓને માન્ય કરવા માટે, ડિપોઝીટર્સ દ્વારા સમગ્ર પ્રક્રિયાનું પાલન કરવામાં આવે તે આવશ્યક છે.
પ્રક્રિયા હેઠળ, પે-ઇન હેતુ માટે ડિપોઝિટર્સ ડેબિટ સૂચનાઓ પ્રાપ્ત કરે છે, જેને શેરધારક દ્વારા ઑનલાઇન સિસ્ટમ, eDIS મેન્ડેટ, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, અથવા DIS મારફતે જાણકારી આપવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.