છ વર્ષ જૂનો હત્યાનો કેસ કોર્ટમાં ચાલી જતાં નામચીન શખ્સ ફારુક રજાક જામનગરીને ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજા - At This Time

છ વર્ષ જૂનો હત્યાનો કેસ કોર્ટમાં ચાલી જતાં નામચીન શખ્સ ફારુક રજાક જામનગરીને ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજા


રાજકોટના નામચીન શખ્સ ફારુક રજાક જામનગરી જૂની અદાવતનો ખાર રાખી એક યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા કાર્યવાહી હાથ ધરાઇ અને આરોપીને ૬ વર્ષ પહેલાંના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી. મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના કોઠારીયા મેઇનરોડ નજીક બગદાદી ગેટ પાસે મહાત્મા ગાંધી સોસાયટીમા રેહતો યુનુસ કરીમ પીપરવાડીયા નામના યુવકની તા. ૮-૮-૨૦૧૬નાં રોજ છરીના ૧૪ ધા ઝીંકી હત્યા નિપજાવ્યાંની મૃતકના પિતરાઈભાઇ ઈકબાલ અજીતભાઈ પીપરવાડીયા એ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફારૂક રજાક જામનગરીની ધરપકડ કરી કલમ ૩૦૨ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુનુસ પેપરવાડીયા તેના પિતરાઈ ભાઈ અને મિત્રો અને પુત્ર સાથે કારમાં આવી રહ્યા હતા. ત્યારે આરોપી ફારુક જામનગરીએ સ્વિફ કાર આડી નાખી અને યુનુસ પેપરવાળીયા પર છરી વડે તૂટી પડ્યો હતો. પિતા રજાક જામનગરી સાથે દોઢક વર્ષ પહેલા થયેલી માથાકૂટ નો બદલો લેવા ઢીમ ઢાળી દીધાની કબુલાત આપી હતી. તપાસપૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો. તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું. બાદ અદાલતમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર તરફે એપીપી બિનલબેન રવેશિયા હાજર રહી કેસની સુનાવણીને આગળ ધપાવી હતી. જેમાં પંચો અને તપાસનીશને તપાસવામાં આવેલા, ફરિયાદી અને નજરે જોનાર સાહોદોએ બનાવને સમર્થન આપ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં ઘટના કેદ હોવાથી તપાસનીસ દ્વારા 65 બી.મુજબનું સર્ટિફિકેટ મેળવી કોર્ટમાં રજૂ કર્યું હતું. એવિડન્સ માટે રજૂ કર્યું હતું. જજ બી.ડી.પટેલે ફરિયાદી નજરે જવાના સાહેદો અને સીસીટીવી ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ કોર્ટે માન્ય રાખી આરોપી ફારુક રજાક જામનગરીને આજીવન કેદની સજા અને એક લાખનો દંડ ફટકાર્યો છે. અને જો દંડ ચૂકવવામાં કસુર ઠરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા અને કલમ ૧૩૫ હેઠળ ચાર માસની અને એક હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon