સાતમ આઠમ પર્વ ફ્ક્કિું જશે તેમ ગઇકાલ સુધી તળાજા ની બજાર માં ઘરાકી ન નીકળતા અનુમાન લગાવાઈ રહ્યું હતું.વેપારીઓ ઘરાકી નથી તે બાબતે નિરાશ જણાતા હતા.ત્યારે આજે વરસાદી માહોલ વચ્ચે પણ ઘરાકી સારા પ્રમાણ મા ની
સાતમ આઠમ પર્વ ફ્ક્કિું જશે તેમ ગઇકાલ સુધી તળાજા ની બજાર માં ઘરાકી ન નીકળતા અનુમાન લગાવાઈ રહ્યું હતું.વેપારીઓ ઘરાકી નથી તે બાબતે નિરાશ જણાતા હતા.ત્યારે આજે વરસાદી માહોલ વચ્ચે પણ ઘરાકી સારા પ્રમાણ મા નીકળતા રાંધણ છઠ્ઠ આજે ગરમ રહી હતી.
દશામાં વ્રત, રક્ષા બંધન પર્વ પર તળાજા ની બજાર માં ઘરાકી ઓછી રહી હતી.સાથે સતત વરસાદી માહોલને લઈ ખેત મજૂરીનુ કામ ખુબ હોવા છતાંય ખેત મજુરો દાડીએ જઈ શકતા ન હતાં.આથી સાતમ આઠમની ઘરાકી નીકળશે કે કેમ તે વાત ને લઈ તળાજા ના વેપારીઓ ચિંતીત હતા
આજે સવાર થીજ આમ તો વરસાદી માહોલ હતો.એક બે હળવા જાપટા વરસી ગયા હતા.ક્યારેક ઘેઘૂર વાદળો તો ક્યારેક સૂર્યદેવ ના આકરા કિરણો નું વાતાવરણ બનતું રહેતું હતું.મિશ્રા વાતાવરણ વચ્ચે આજે સવાર થીજ તળાજા ની બજાર માં ભારે ભીડ જામી હતી.વ્યાયામ શાળા,તિલક ચોક, વાવચોક,શાક માર્કેટ,ગર્લ્સ સ્કૂલ રોડ, પાવથી રોડ પર વાહન ચલાવવા મુશ્કેલ થઈ પડયા હતા.વારંવાર ટ્રાફ્કિ જામ ના ર્દ્શ્યો જોવા મળતા હતા.
આ ઘરાકી સાંજના છ એક વાગ્યા સુધી રહી હતી. આવતીકાલ સાતમ ને લઈ ખાસ કરીને સેવ, ઘઉ ની બરફી ની સારી એવી માગ રહી હતી.ઠેરઠેર સેવ ના થડા ગોઠવવા મા આવ્યા હતા.આ ઉપરાંત તૈયાર વસ્ત્ર્રો ની દુકાનો પણ ગ્રાહકો થી છલકાઈ હતી.વેપારીઓ ગઇકાલ એ સામાન્ય ઘરાકી હતી પણ આજે સારી ઘરાકી રહી નું કહ્યું હતું. કરિયાણા ની દુકાનો પર પણ સવાર થી લાઈન લાગી હોય તેવી ઘરાકી રહી હતી.ગૃહિણીઓ માટે રસોડું ગરમ રહ્યું તો તળાજા ના વેપારીઓ માટે છઠ્ઠ ના કારણે બજાર ગરમ રહી હતી નો સંતોષ જોવા મળ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.