રાજકોટના હિરાસર એરપોર્ટનું ૯૦ ટકા કામ પૂર્ણ: પીએમ મોદીના હસ્તે થશે લોકાર્પણ
રાજકોટમાં બનવા જઈ રહેલ હિરાસર એરપોર્ટનું ૯૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. બાકી રહેલી કામ પણ માસ અંતમાં પૂર્ણ થઈ જશે અને પીએમ મોદી દ્વારા લોકાર્પણ પણ થઈ જશે. ચૂંટણી આવતી હોવાને કારણે આચારસંહિતા લાગુ પડે તે પહેલા જ બધી કામ પૂર્ણ કરી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. હીરાસર એરપોર્ટનું કામ હાલ ૯૦ ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે. જો કે ૧૦ ટકા જેટલું કામ હજુ બાકી છે. જે એક મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે. ગામનું સ્થળાંતર, બ્રિજ સહિતના કામો હજુ બાકી છે. રાજકોટની ભાગોળે આકાર લઈ રહેલા હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના ફેઝ-૧નું ૯૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. હવે બાકીનું કામ ૧ મહિનામાં પૂર્ણ થઈ જશે. એટલે ચૂંટણી પૂર્વે પીએમ મોદીના હસ્તે એરપોર્ટનું લોકાર્પણ થવામાં કોઈ અડચણ નહિ આવે. રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર હીરાસર ગ્રીનફિલ્ડ ઈન્ટર નેશનલ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. રૂા.૧૪૦૦ કરોડના અંદાજિત ખર્ચવાળો આ પ્રોજેકટ ચૂંટણી જાહેર થાય તે પહેલાં પૂર્ણ કરી દેવાનો આદેશ છુટતા કામમાં ઝડપ વધારી દેવામાં આવી હતી. આ પ્રોજેકટમાં પ્રથમ ફેઝનું કામ અંદાજે ૬૭૦ કરોડનુ છે, જે ૯૦ ટકા પૂર્ણ થઈ ગયું છે. ટર્મીનલ બિલ્ડીંગ સહિતનું કામ બીજા ફેઝમાં આવશે. ફેઝ-૧નું બાકી રહેલું કામ ૧ મહિનામાં પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. બાકી રહેલા કામમાં ગામનું સ્થળાંતર તેમજ ટાવર અને વિન્ડમિલ સિફટિંગના કામનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે મેં એરપોર્ટમાં ’ઈ’ કેટેગરીના મોટાં એરક્રાફટને અનુરૂપ રન-વે પ્રત્યેક કલાકમાં ૧૨ એરક્રાફટ લેન્ડ કરાવી શકનારો હશે, એરપોર્ટમાં એક સાથે ૧૪ વિમાન ઉભાં રાખી શકાય એવો વિશાળ એપ્રન એરિયા રાખવામાં આવશે. દર કલાકે ૧૮૦૦ મુસાફરોનું હેન્ડલિંગ કરી શકે એવું વિશાળ ટર્મિનલ બિલ્ડિંગ બનાવાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.