ભાજપે વિધાનસભા ચૂંટણીનું ગણિત ચાલુ કર્યું,કેજરીવાલ કોંગ્રેસના વોટ વધારે કાપી શકે તે માટે પ્લાન બનાવ્યો,કેજરીવાલ વધારે પ્રચાર કરે ગુજરાતમાં તે ભાજપ માટે ફાયદો - At This Time

ભાજપે વિધાનસભા ચૂંટણીનું ગણિત ચાલુ કર્યું,કેજરીવાલ કોંગ્રેસના વોટ વધારે કાપી શકે તે માટે પ્લાન બનાવ્યો,કેજરીવાલ વધારે પ્રચાર કરે ગુજરાતમાં તે ભાજપ માટે ફાયદો


આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણી ત્રિપાખીયા જંગમાં જોવા મળશે પણ તેનો સીધો લાભ બીજેપીની મળવાની શયકયતાઓ વધારે દેખાઈ રહી છે.આમ આદમી પાર્ટી ગુજરાતમાં પુરા જોર શોર થઈ પ્રચાર કરી રહી છે.અરવિંદ કેજરીવાલ week માં 2,3 દિવસ ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે જેના કારણે આમ આદમી પાર્ટીને જમીની સ્તર પર ખૂબ ફાયદો પણ જોવા મળી રહ્યો છે.ગુજરાતમાં ભાજપ અને તેનું મોવડી મંડળ પણ ગણતરીઓ કરવાનું ચાલુ કરી દીધું છે.ભાજપ વિચારી રહ્યું છે કે કેજરીવાલ જેટલું વધારે જોર ગુજરાતમાં કરશે તેટલો ફાયદો ભાજપને સીધો મળી શકે છે.કારણ કે કેજરીવાલ ગુજરાતમાં કોંગ્રેસના વોટ કાપશે અને તેનો ફાયદો ભાજપને મળી શકે છે.ભાજપના પરંપરાગત વોટર તેમનો જ સાથ આપશે તેવું ભાજપ વિચારી રહ્યું છે અને બીજા વોટ pm મોદી રેલીઓ કરશે ત્યારે મળી જશે.જો કોંગ્રેસ ના વોટ આમ આદમી પાર્ટી કાપશે તો બીજેપીને ફાયદો જ થવાનો છે પણ જો કોંગ્રેસ અને બીજેપી બન્નેના વોટ કેજરીવાલ કાપશે તો ભાજપને નુકશાન થવાની પણ સંભાવના દેખાઈ રહી છે પણ ભાજપ ને વિશ્વાસ છે કે ભાજપના વોટ કેજરીવાલ નહિ કાપી શકે અને કાપશે તો ખૂબ ઓછા કાપશે જેનો ફાયદો કેજરીવાલને મળી શકશે નહીં આમ ભાજપ વિચારી રહ્યું છે કે કેજરીવાલ કોંગ્રેસના વધારેમાં વધારે વોટ કાપવામાં સફળ રહે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.