પડતર પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવવાની માગ : ગીર સોમનાથમાં સરકારી કર્મચારી મંડળોએ જૂની પેન્શન યોજના શરૂ કરવા સહિતના પ્રશ્નોને લઈને આંદોલનનું રણશીંગું ફૂંક્યું - At This Time

પડતર પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવવાની માગ : ગીર સોમનાથમાં સરકારી કર્મચારી મંડળોએ જૂની પેન્શન યોજના શરૂ કરવા સહિતના પ્રશ્નોને લઈને આંદોલનનું રણશીંગું ફૂંક્યું


રાજ્યમાં સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા તથા પડતર પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવાની માંગણીને લઈ ગીર સોમનાથ જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓના 18 સંગઠનોના હોદેદારોની એક મહત્વપૂર્ણ બેઠક વેરાવળમાં મળી હતી . જેમાં માંગણી સંદર્ભે સરકાર સામે કર્મચારીઓ દ્વારા તબક્કાવાર આંદોલન કરવાની રણનીતી ઘડી આગામી તા . 3 ના રોજ કર્મચારીઓ વિશાળ રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવશે . ત્યારબાદ પેન ડાઉન , માસ સીએલ ઉપર ઉતરવાના કાર્યક્રમો આપવાનું નક્કી કરી આંદોલનનું રણશીંગુ ફુંકવામાં આવ્યું છે . 18 જેટલા સંગઠનના પ્રમુખ હોદ્દેદારોની બેઠક મળી છેલ્લા થોડા સમયથી રાજ્યભરના સરકારી કર્મચારીઓ દ્વારા જુદા જુદા સ્તરે જુની પેન્શન યોજના શરૂ કરવા સહિતના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવા માંગણી કરી રહ્યા હતા . જે અંગે કોઈ કાર્યવાહી ન થઈ હોવાથી રાજ્યકક્ષાએ તબક્કાવાર આંદોલનની જાહેરાત કરવામાં આવી છે . જેને લઈ આજે વેરાવળમાં કર્મચારીઓના સંગઠનો જેમ કે રાષ્ટ્રીય સંયુક્ત મોરચો , સંયુક્ત કર્મચારી મોરચો , કર્મચારી મહામંડળ , ભારતીય મજદૂર સંઘ , આરોગ્ય કર્મચારી , તલાટી મંડળો , ગ્રામ સેવક , જિલ્લા પંચાયત કર્મચારીઓ ઉપરાંત શિક્ષકોના વિવિધ સંગઠનો જેમાં પ્રાથમિક શિક્ષક સંઘ , રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ , ઉત્કર્ષ મંડળ , એચ ટાટ યુનિયન સહિતના 18 જેટલા સંગઠનના પ્રમુખ હોદ્દેદારોની બેઠક મળી હતી . રેલીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાય તે માટે આયોજન આ બેઠકમાં તમામ હોદેદારોએ સરકારી કર્મચારીઓની માંગણી સંતોષાય તે દિશામાં તબક્કાવાર આંદોલન કરવા રણનીતી ઘડવા ચર્ચા - વિચારણા કરી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી . જેમાં આંદોલનના પ્રથમ તબક્કામાં તા .3 સપ્ટેમ્બરના રોજ વેરાવળ ટાવરચોકમાં તમામ સંગઠનના કર્મચારીઓ એકત્ર થઈ વિશાળ રેલી સ્વરૂપે ઈણાજ કલેક્ટર કચેરીએ જઈ જુની પેન્શન યોજના શરૂ કરવા સહિતના પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવશે . આ રેલીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાય તે માટે આયોજન કરવામાં આવેલ હતુ . ત્યારબાદ આગામી દિવસોમાં અન્ય આંદોલનત્મક કાર્યક્રમો આપવાનું પણ આયોજન કરાયેલ હોવાનું જાણવા મળ્યું છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image