દશેરા પહેલા કેન્દ્રીય કર્મચારીઓને થશે પૈસાની લહાણી! DAમાં વધારા સાથે પગારમાં થશે તોતિંગ વધારો - At This Time

દશેરા પહેલા કેન્દ્રીય કર્મચારીઓને થશે પૈસાની લહાણી! DAમાં વધારા સાથે પગારમાં થશે તોતિંગ વધારો


કેન્દ્રીય કર્મચારીઓને દશેરા પહેલા પૈસાની લહાણી થશે. લાંબા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઇ રહેલા દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓને આ દશેરામાં દિવાળી ભેટ મળશે. મોંઘવારી ભથ્થામાં વધારાની સાથે તેઓના પગારમાં પણ તોતિંગ વધારો થશે. માત્ર પગારવધારો જ ભેટ નથી. તે ઉપરાંત કર્મચારીઓના ખાતામાં બે મહિનાનું એરિયર્સ પણ જમા કરવામાં આવશે. સૂત્રો અનુસાર મોંઘવારી ભથ્થાની જાહેરાત 28 સપ્ટેમ્બરના રોજ થઇ શકે છે.

ક્યારે મળશે ભેટ

કેન્દ્ર સરકાર કેબિનેટ બેઠક બાદ 28 સપ્ટેમ્બરના રોજ મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરે તેવી શક્યતા છે. આ વખતે સરકાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. AICPI-IWના જૂન 2022ના આંકડાઓની ગણતરી કરીએ તો સરકાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. જો સરકાર આ વધારો લાગૂ કરશે તો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 34 ટકાથી વધીને 38 ટકા થઇ જશે.

તે ઉપરાંત સરકાર સપ્ટેમ્બર 2022માં જ બે મહિનાના એરિયર્સની પણ જાહેરાત કરે તેવી સંભાવના છે. સરકાર મોંઘવારી ભથ્થાની જાહેરાત સાથે જ કર્મચારીઓને જુલાઇ તેમજ ઓગસ્ટ મહિનાનું મોંઘવારી ભથ્થુ પણ આપી દેશે. કારણ કે નવું મોંઘવારી ભથ્થુ 1 જુલાઇ, 2022થી લાગૂ થશે. એટલે કે દશેરાના સમયે કર્મચારીઓના ખાતામાં મોટી રકમ આવી શકે છે. કર્મચારીઓની આવકમાં તોતિંગ વધારો થશે.

પગારમાં કેટલો વધારો

જો ન્યૂનત્તમ પગારના હિસાબે ગણતરી કરીએ તો 18000 રૂપિયાની બેઝિક સેલેરી ધરાવતા કર્મચારીઓના પગારમાં 6840 રૂપિયા ડીએ વધીને મળશે. એટલે કે માસિક 720 રૂપિયાનો વધારો થશે. જ્યારે જે કર્મચારીઓની બેસિક સેલેરી, એટલે કે કેબિનેટ સેક્રેટરી લેવલના અધિકારીઓ, જેમની બેસિક સેલેરી 56900 રૂપિયા છે, તેમના પગારમાં 38 ટકા મોંઘવારી ભથ્થાના હિસાબે મહત્તમ વધારો 27312 રૂપિયા થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.