ડીસાના ઢુવા ગામ ખાતે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો - At This Time

ડીસાના ઢુવા ગામ ખાતે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો


ડીસાના ઢુવા ગામ ખાતે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

આજરોજ ડીસા તાલુકાના ઢુવા ગામ ખાતે જન્માષ્ટમી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં મટકી ફોડ કાર્યક્રમમાં સમગ્ર ગામ એકત્રિત થઈ કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાઈ ગરબે જુમી ઉઠ્યા હતા.

હિન્દુ ધર્મમાં અનેક તહેવારોનું ખાસ મહત્વ રહેલું છે દર વર્ષે ઉજવાતા હિંદુ ધર્મના અનેક તહેવારોમાં લોકો રંગે ચંગે ઉજવણી કરતા હોય છે જે અંતર્ગત આજે જન્માષ્ટમી પર્વની સમગ્ર ડીસા તાલુકામાં ઉજવણી કરવામાં આવી રહી છે લોકો શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમમાં પણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે યોજાઈ રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના ઢુવા ગામ ખાતે ભગવાન શ્રીકૃષ્ણની જન્મજયંતિની નીમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમગ્ર ઢુવા ગામના દરેક સમાજના લોકો મટકી ફોડ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને આ મટકી ફોડ કાર્યક્રમ થકી રાસ ગરબા ભાઈઓ બહેનો દ્વારા યોજવામાં આવ્યા હતા અને ઢુવા ગામની અંદર એક સુંદર શોભા યાત્રા નિકાળવામાં આવી હતી આ શોભા યાત્રામાં ગામના આગ્રણી અને ભાઈ બહેનો નાના મોટા દરેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગામની અંદર ભાઈચારાનો માહોલ ઉભો કર્યો હતો અને ગામની એકતા અને અખંડિતતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને ગામમાં જ નંદ ઘેર આનંદ ભજો જય કનૈયા લાલ કી ના નાદથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.