એલોવેરા ના અલગ અલગ પ્રયોગથી ચહેરાની રંગત આ રીતે સુધારો
આજકાલ નું ખાન પાન અને જીવનશૈલી એવી થઈ ગઈ છે કે આપણને ઘણી બધી સમસ્યાઓ થઈ જાય છે. એમાંથી સ્કીનથી જોડાયેલી સમસ્યાઓ વધારે હોય છે. ધૂળ અને પોલ્યુશનના કારણે ચહેરાની રંગત જતી રહે છે. રસ્કિન જાણે કે ડલ થઈ જાય છે. એમ તો સ્કિન માટે બજારમાં ઘણા બધા પ્રોડક્ટ અવેલેબલ હોય છે. પરંતુ તમે અમુક ઘરેલુ ઉપાય કરીને પણ ચહેરા પર ચમક લાવી શકો છો. એના માટે તમારે એલોવેરા નો ઉપયોગ કરવો જોઈએ. એલોવેરા સ્કીન અને વાળ માટે બહુ ફાયદા કારક હોય છે. આજે અમે તમને એલોવેરા ના અલગ અલગ પ્રયોગ વિશે જણાવીશું.
તમારા ચહેરા ની રંગત સુધારવા માટે થોડી એલોવેરા જેલ લો. એમાં એક ચપટી હળદર નાખો. હવે આ મિશ્રણમાં થોડું મધ નાખો. ત્રણેય વસ્તુને એકરસ કરીને ચહેરા ઉપર લગાવો. 15 - 20 મિનિટ સુધી આ મિશ્રણને ચહેરા પર જ રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરાને ધોઈ લો. અઠવાડિયામાં બે-ત્રણ વાર તમે આ ઉપાય જરૂર કરો. આ ઉપાયથી તમારા ચહેરા પર એક અલગ જ ચમક આવશે. ચહેરા પરના નાના મોટા દાગ ધબ્બા પણ દૂર થશે. આ સિવાય તમે એલોવેરા સાથે પપૈયાનો પણ પ્રયોગ કરી શકો છો. એના માટે મેસ કરેલા પપૈયા સાથે એલોવેરા જેલ મિક્સ કરીને ચહેરા ઉપર લગાવો. ત્યારબાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. આ ઉપાય ને પણ તમે અઠવાડિયામાં બે વાર જરૂરથી કરો. આ ઉપાયોથી તમારા ચહેરા પર એક નવી ચમક આવી જશે.
દોસ્તો, જો તમને અમારી આ જાણકારી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો અને શેર જરૂર કરો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.