અમદાવાદમાં ગઈકાલે એસ્પાયર-2 બિલ્ડિગમાં બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
અમદાવાદમાં ગઈકાલે ગુજરાત યુનિવર્સીટી નજીક આવેલા એક નિર્માણધીન બાંધકામ સાઈટ પર ઘટના ઘટી જેમાં 7 શ્રમિકોના મોત થયા હતા અને એક શ્રમિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના જ્યાં બની તે એસ્પાયર -2 નામની બિલ્ડિગ હતી જેની બાંધકામ સાઈટ પર ગઈકાલે સવારે ઘટના બની હતી જેમાં બાંધકામની સાઈટના 13માં માળેથી માંચડો તૂટી પડતા આઠ શ્રમિકો નીચે પટકાયા હતા.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં દેખાઈ રહ્યું છે કે બે શ્રમિકો પટકાઈ છે જેમાંથી એકનું મોત થાય છે જયારે એક શ્રમિક ઇજા થઇ છે. અમદાવાદમાં ગઈકાલે બનેલી ઘટનામાં ફાયર વિભાગના જણાવ્યા મુજબ બિલ્ડીંગના સાઈટ પર 13માં માળે લિફ્ટ બનાવવા માટે આઠ શ્રમિક કામ કરી રહ્યા હતા. આ કામ દરમિયાન જ લિફ્ટનો માંચડો ખુબ જ વજન હોવાને કારણે તૂટ્યો હતો જેથી છઠ્ઠા માળેથી પટકાયેલ બે મજૂરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
આ બાંધકામ સાઈટ પર કામ કરી રહેલા એક શ્રમિકના કહેવા મુજબ જ્યારે આ કામ ચાલી રહ્યું હતું ત્યારે માંચડો તૂટી જતા કુલ આઠ મજૂર નીચે પટકાયા હતા જેમાંથી બે વ્યક્તિ ઉપરથી નીચે પડ્યા હતા અને બાકીના 6 મજૂર બેઝમેન્ટમાં પડ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.