રૂ.1 હજારની લાંચ લેતા મહિલા કોન્સ્ટેબલ રંગે હાથ ઝડપાઇ ગઇ - At This Time

રૂ.1 હજારની લાંચ લેતા મહિલા કોન્સ્ટેબલ રંગે હાથ ઝડપાઇ ગઇ


સામાન્ય બાબતમાં પણ શહેરના કેટલાક પોલીસ કર્મચારીઓ મફતમાં કામ કરતા નથી તેનો આ વધુએક પુરાવો.

રાજકોટ શહેર પોલીસમાં કેટલાક કર્મચારીઓ નાણાં સિવાય કામ કરતા નથી તેવી અનેક ફરિયાદો ઊઠી હતી અને આ બાબતે પોલીસ અધિકારીઓ હંમેશા સ્ટાફનો બચાવ કરતા જોવા મળ્યા હતા ત્યારે સોમવારે એસીબીની ટીમે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલને રૂ.1 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લઇ અધિકારીઓનો બચાવ લૂલો હોવાનું સાબિત કરી દીધું હતું. ચોરાઉ મોબાઇલ પરત આપવાના બદલામાં મહિલા કોન્સ્ટેબલે રૂ.1 હજારની લાંચ માગી અને સ્વીકારી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.